Entertainment

પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે

By GS Team
5 May 20261 min read
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે

- ફૌજીનાં શૂટિંગમાંથી હવે ફૂરસદ મળી  

મુંબઈ : પ્રભાસ આ મહિને 'કલ્કિ ટુ'નું શૂટિંગ આગળ ધપાવશે. તે માટે હૈદરાબાદની બહાર વિશાળ સેટ ઉભો કરવામાં આવી રહ્યો છે. 

પ્રભાસે  'ફૌજી'નાં શૂટિંગમાંથી ફ્રી થયા બાદ આ મહિને પોતાની તારીખો ફાળવી દીધી છે. બીજી તરફ  અમિતાાભ બચ્ચન અને  કમલ હાસને ફિલ્મના મહત્વપૂર્ણ  દ્રશ્યોનું શૂટિંગ પુરુ કરી લીધું છે. 

મૂળ 'કલ્કિ' ફિલ્મમાં દીપિકા પદુકોણે ભૂમિકા ભજવી હતી. પરંતુ પાર્ટ ટુકમાંથી  તેની હકાલપટ્ટી થઈ ચૂકી છે. તેનું સ્થાન કોણ લે છે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

 જોકે, ચર્ચા મુજબ સાઈ પલ્લવી આ રોલ માટે હોડમાં સૌથી મોખરે છે.