પ્રભાસની ફૌઝીનાં પોસ્ટ પ્રોડકશનમાં વિલંબ થતાં રીલિઝ બે મહિના ઠેલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હવે ડિસેમ્બરને બદલે ફેબુ્રઆરીમાં રજૂ થશે
- હનુ રાઘવપુડીની ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને જયાપ્રદા પણ દેખાશે
મુંબઈ : પ્રભાસની આગામી ફિલ્મ 'ફૌઝી'નું પોસ્ટ પ્રોડકશનનું કામ ખેંચાતા આ ફિલ્મ હવે ત્રીજી ડિસેમ્બર ૨૦૨૬ને બદલે ફેબુ્રઆરી ૨૦૨૭માં રજૂ કરવામાં આવશે. આ કાલ્પનિક પિરિયડ ફિલ્મમાં પ્રભાસ બ્રિટિશ ઇન્ડિયન સોલ્જરની ભૂમિકા ભજવી રહ્યો છે.
હજી ફિલ્મના એક હિસ્સાનું શૂટિંગ પણ બાકી છે. એ પછી ફિલ્મનું સઘન પોસ્ટપ્રોડકશન શરૂ કરવામાં આવશે. ફિલ્મ પુરી કરવા માટે વધારે સમય મળતાં હવે ટીમ બાકીનું કામ સરળતાથી પુરૂ કરી શકશે. પિરિયડ ફિલ્મ હોવાથી તેમાં નાની નાની બાબતોને આધારભૂત રીતે રજૂ કરવાનું કામ સમય માંગી લે છે.
હનુ રાઘવપુડી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઇમાનવી નામની નવી હિરોઇન ઉપરાંત મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને જયાપ્રદા પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. છેલ્લે ૨૦૨૬માં રિલિઝ થયેલી પ્રભાસની ફિલ્મ 'રાજાસાબ'ને બોક્સ ઓફિસ પર ધારી સફળતા મળી ન હોઇ બધાંની નજર તેની આ આગામી ફિલ્મ પર નોંધાયેલી છે.




