Entertainment

પૂનમ પાંડે પ્રેગ્નેન્ટ છે? બેબી બમ્પ સાથે શેર કરી તસવીરો, સોશિયલ મીડિયા પર ફેન્સ મૂંઝવણમાં

By GS Team
31 Mar 20262 mins read
TukuTouch Logo
જોકે, આ ફોટોઝ પાછળનું સત્ય કંઈક અલગ જ હોવાનું જણાય છે. જ્યારે પૂનમે આ જ તસવીરો ટ્વિટર (X) પર શેર કરી, ત્યારે ત્યાં લેબલ જોવા મળ્યું હતું કે આ ફોટોઝ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા એડિટ કરવામાં આવ્યા છે. યુઝર્સ પણ કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે શું આ કોઈ નવી એડવર્ટાઈઝમેન્ટ કે જાગૃતિ અભિયાનનો ભાગ છે?

Summarized by AI; it may make mistakes. Check important info

પૂનમ પાંડે પ્રેગ્નેન્ટ છે? બેબી બમ્પ સાથે શેર કરી તસવીરો, સોશિયલ મીડિયા પર ફેન્સ મૂંઝવણમાં
add Photo from X

Poonam Pandey Baby Bump Viral: બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન ગણાતી પૂનમ પાંડે હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. પોસ્ટમાં તેણે દૂધની બોટલ અને પ્રેગ્નન્ટ મહિલાના ઈમોજી પણ મૂક્યા છે, જેનાથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઈ છે કે શું પૂનમ પ્રેગ્નન્ટ છે?

AI એડિટિંગની શંકા

જોકે, આ ફોટોઝ પાછળનું સત્ય કંઈક અલગ જ હોવાનું જણાય છે. જ્યારે પૂનમે આ જ તસવીરો ટ્વિટર (X) પર શેર કરી, ત્યારે ત્યાં લેબલ જોવા મળ્યું હતું કે આ ફોટોઝ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા એડિટ કરવામાં આવ્યા છે. યુઝર્સ પણ કોમેન્ટ સેક્શનમાં પૂછી રહ્યા છે કે શું આ કોઈ નવી એડવર્ટાઈઝમેન્ટ કે જાગૃતિ અભિયાનનો ભાગ છે?

આ પણ વાંચો : સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત

જૂના વિવાદોની યાદ તાજી થઈ

પૂનમની આ પોસ્ટ જોઈને લોકોને ફેબ્રુઆરી 2024ની એ ઘટના યાદ આવી ગઈ, જ્યારે તેણે સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાના નામે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. પાછળથી તેણે સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર લોકોને જાગૃત કરવા માંગતી હતી. હવે લોકો પૂછી રહ્યા છે કે શું આ વખતે તે ડાયપર્સની મોંઘવારી કે અન્ય કોઈ વિષય પર સ્ટંટ કરી રહી છે?

પર્સનલ લાઈફમાં પણ રહ્યા છે વિવાદો

પૂનમ પાંડેના લગ્ન વર્ષ 2020માં સેમ બોમ્બે સાથે થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહોતો. પૂનમે પતિ પર શોષણ અને મારપીટના ગંભીર આરોપો લગાવ્યા હતા. હાલમાં પૂનમ સિંગલ છે અને એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેને હવે સંબંધોમાં ટ્રસ્ટ ઈશ્યુ નડે છે.