પૂનમ ઢિલ્લોન, ઉપાસના સિંહ અને પદ્મીની કોલ્હાપુરે જાહેરમાં બાખડી પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પોલીસ ઓફિસરે તેમને કોઇ બીજા હોત તો થપ્પડ મારી દીધી હોત એમ ભડકીને કહ્યું
મુંબઈ : સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ પૂનમ ઢિલ્લોન, ઉપાસના સિંહઅને પદ્મિની કોલ્હાપુર પર ભડકી જતાં કોઇ બીજું હોત તો થપ્પડ મારી દીધી હોત તેમ કહીને દબડાવતો જોવા મળે છે.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનની મુંબઇની ઓફિસની બહાર ેએકટર્સ વચ્ચે થઇ રહેલા વિવાદનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે પૂનમ ઢિલ્લોન, ઉપાસના સિંહ અને પદ્મિની કોલ્હાપુરે એકબીજા સાથે ઊગ્ર અવાજે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. તેમજ મહિલા પોલીસ ઓફિસર તેમની વચ્ચે પડીને તેમને શાંત કરવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ પરિસ્થિતી વણસેલી જોતાં જ તે મહિલા પોલીસે ઓફિસરે ભડકીને તેમને ધમકાવ્યા હતા કે બીજા લોકો હોત તો મેં અત્યાર સુધીમાં તેમને થપ્પડ મારી દીધી હોત. આ બાબતે કુનિકાએ કહ્યું હતું કે સિંન્ટાના જરૂરી પેપરવર્ક, ફાઇલ્સ વગેરેને ઓફિસના અધ્યક્ષ પૂનમ ઢિલ્લોની ગાડીમાં રાખવામાં આવી રહ્યા હતા ત્યારે આ બાબતે કુનિકાએ પદ્મિની કોલ્હાપુરેને પ્રશ્રો પુછ્યા હતા અને બન્ને અભિનેત્રીઓ આ બાબત વાદ-વિવાદ કરી રહી હતી.
આ દરમિયાન પોલીસ તેમની વચ્ચે પડીને તેમને શાંત કરવાના પ્રયાસ કરી રહી હતી પરંતુ આ બન્ને જણીઓ શાંત ન પડી રહી નહોતી. અંતે પોલીસ અધિકારીએ તેમને ધમકાવતાં કહ્યું હતું કે જાહેરમાં તમે જે રીતે ઝગડી રહ્યા છો એ જોઇને મને આશ્ચર્ય થાય છે. તમે તમારી ઇજ્જત અને માન-સમ્માન પણ જાહેરમાં જાળવી શકતા નથી.




