Get The App

પૂજા હેગડે અને સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન વચ્ચે ડેટિંગ

Updated: Apr 3rd, 2024

GS TEAM

Google News
Google News
પૂજા હેગડે અને સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન વચ્ચે ડેટિંગ 1 - image


- રોહન તારા સુતરિયાનો એક્સ બોયફ્રેન્ડ 

- બોલીવૂડમાં એકસરખાં નિષ્ફળ બંને કલાકારો સાથે દેખાતાં અટકળો શરૂ

મુંબઇ : એકટ્રેસ પૂજા હેગડે આજકાલ સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરાને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. બંને  મુંબઈમાં સાથે જોવા મળ્યાં બાદ આ અટકળો પ્રસરી છે. 

બંને કારમાં સાથે જતાં હતાં ત્યારે પાપારાઝીઓ દ્વારા તેમની તસવીરો કેપ્ચર કરાઈ હતી. બંનેએ પોતાના સંગાથને છૂપાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને હસતાં હસતાં પોઝ આપ્યો હતો. 

રોહન સ્વ. અભિનેતા વિનોદ મહેરાનો પુત્ર છે.તેણે ૨૦૧૮માં  ફિલ્મ  'બાઝાર'થી ડેબ્યુ કર્યુ ંહતું. જોકે, તે પછી તેને કોઈ ખાસ સફળતા મળી નથી. બીજી તરફ પૂજા હેગડે પણ સંખ્યાબંધ પ્રોજેક્ટ પછી ખાસ સફળતા મેળવી શકી નથી. 

૨૦૨૩માં પૂજા હેગડે મુંબઇના એક ક્રિકેટરને ડેટ કરતી હોવાની ચર્ચા હતી. તે વખતે તે આ ક્રિકેટર સાથે લગ્ન કરી લેશે તેવી પણ અટકળો હતો.

Tags :