- દિગ્દર્શક પ્રશાતં વર્માએ જ ફોટા પોસ્ટ કર્યા
- અક્ષય આ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યૂ કરશે, આગામી વર્ષે મેમાં ફિલ્મ રીલિઝ થશે
મુંબઈ: પ્રશાંત વર્માની ફિલ્મ 'મહકાલી'ના સેટ પરથી અક્ષય ખન્નાનો શુક્રાચાર્ય તરીકેનો લૂક વાયરલ થયો છે. અક્ષય ખન્નાના જન્મદિન નિમિત્તે પ્રશાંત વર્માએ જ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
અક્ષય ખન્નાના 'ધુરંધર'ના લૂકએ અગાઉ સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું.
આ પહેલાં 'છાવા' ફિલ્મમાં ઔરંગઝેબ તરીકેનો તેનો લૂક પણ બહુ વાયરલ થયો હતો.
'મહાકાલી' માં ભૂમિ શેટ્ટી મહત્વની ભૂમિકા ભજવવાની છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આગામી મે માસમાં રજૂ થવાની છે.


