Get The App

પેદ્દી ફિલ્મ અંગે વિવાદ, જાહ્નવી કપૂરની 'અશ્લીલ' ભૂમિકા પર ફેન્સ ગુસ્સે, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
પેદ્દી ફિલ્મ અંગે વિવાદ, જાહ્નવી કપૂરની 'અશ્લીલ' ભૂમિકા પર ફેન્સ ગુસ્સે, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા 1 - image

Janhvi Kapoor Peddi Film Controversy: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે પહેલા દિવસે 135 કરોડ રૂપિયા અને બીજા દિવસે 150 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જોકે આ શાનદાર કમાણીની વચ્ચે જ ફિલ્મ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો રામ ચરણના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ જાહ્નવી કપૂરના પાત્રને લઈને ફિલ્મમેકર્સની આકરી આલોચના થઈ રહી છે. હવે આ વિવાદમાં સાઉથની જાણીતી અભિનેત્રી ગાયત્રી ચાગંતીએ પણ ફેન્સની વાતમાં સૂર પુરાવ્યો છે.

જાહ્નવી કપૂરને માત્ર ‘શોપીસ’ તરીકે ઉપયોગ કરવામાં આવી?

ફિલ્મ રિલીઝ થતાં જ દર્શકોએ નોટિસ કર્યું કે જાહ્નવી કપૂરના પાત્રને માત્ર ગ્લેમર અને શોપીસ તરીકે જ ફિલ્મમાં રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મમાં મહિલા પાત્રને ખરાબ રીતે ઓબ્જેક્ટિફાય એટલે કે એક વસ્તુ તરીકે રજૂ કરવું કરવામાં આવી છે.

પેદ્દી ફિલ્મ અંગે વિવાદ, જાહ્નવી કપૂરની 'અશ્લીલ' ભૂમિકા પર ફેન્સ ગુસ્સે, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા 2 - image

આ ચર્ચા વચ્ચે ‘જર્સી’ અને ‘અલા વૈકુંઠપુરમુલૂ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ગાયત્રી ચાગંતીએ જાહ્નવી કપૂરને ઓબ્જેક્ટિફાય કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરીને હંગામો મચાવી દીધો છે. ગાયત્રીએ લખ્યું કે,  “સાચું કહું તો, કોઈ પણ તેને તેની એક્ટિંગની કાબિલિયત જોઈને કામ પર નથી રાખી રહ્યું. વાસ્તવમાં, તે પોતાના કોસ્ટ્યુમ દ્વારા દરેક પાત્રને સેક્સી દેખાડવાની કોઈ તક છોડતી નથી (ભલે પાત્રની બેકસ્ટોરી ગમે તે હોય). તેની આખી ઈમેજ જ તેની બોડી પર ટકેલી છે. જ્યારે પાત્રની જરૂરિયાત હોય ત્યારે ગ્લેમર બતાવવામાં મને કોઈ વાંધો નથી. બિન્દાસ પોતાનું કામ કરતી રહે.”

ગાયત્રી ચાગંતીની આ કમેન્ટનો સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: હૃતિક રોશનનું દર્દ છલકાયું, કહ્યું - મારે 'સારો માણસ' નથી બનવું, પસંદગીના રોલ નથી મળતા

ફેન્સે ડાયરેક્ટરની રાઇટિંગને ગણાવી ‘ઘટીયા અને શરમજનક’

સિનેમાઘરોમાં ફિલ્મ જોઈને આવેલા દર્શકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મેકર્સ વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, "ફિલ્મમાં હિરોઈનને એક સારો અને સન્માનજનક રોલ મળવો જોઈતો હતો. તેના બદલે તેને અશ્લીલ, અપમાનજનક અને સ્ત્રીને માત્ર એક વસ્તુ તરીકે દર્શાવતા અનેક સીન આપી દેવાયા અને તેને જ ‘રોલ’નું નામ આપી દીધું. આ કોઈ બોલ્ડનેસ કે ગ્લેમર નથી, આ બસ ઘટીયા અને શરમજનક રાઇટિંગ છે, જે થિયેટરમાં બેઠેલી દરેક મહિલા માટે અત્યંત અસહજ કરનારું છે."

જ્યારે અન્ય એક યુઝરે ફિલ્મનો એક સીન શેર કરતા ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું કે, “હવે એ સમય આવી ગયો છે જ્યારે ફિલ્મોમાં હિરોઈનને આ રીતે સેક્સુઅલાઈઝ કરવાનું બંધ કરવું પડશે. ફિલ્મમાં એક સીન છે જ્યાં હીરો તેના ચહેરા વિશે વાત કરી રહ્યો છે અને કેમેરા તેની કમર અને છાતીને ફોકસ કરી રહ્યો છે. આ આખરે શું છે?”