Entertainment

જાહ્નવી કપૂરનાં નખરાંઓથી પેદ્દી ફિલ્મની ટીમ તંગ

By GS Team
21 May 20261 min read
જાહ્નવી કપૂરનાં નખરાંઓથી પેદ્દી ફિલ્મની ટીમ તંગ

- જાહ્નવી પોતાનો રોલ  કપાતાં નારાજ હોવાની ચર્ચા

- જાહ્નવીએ રામચરણને એક કલાક સુધી કારમાં રાહ જોતો બેસાડી રાખ્યો

મુંબઇ : સાઉથની ફિલ્મ 'પેદ્દી'ની ટીમ જાહ્નવી કપૂરનાં નખરાંઓથી  નારાજ થઈ ગઈ હોવાનું કહેેવાય છે. ફિલ્મના પ્રમોશન   દરમિયાન જાહ્નવીના એટિટયુડથી અન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.  આ ફિલ્મમાં જાહ્નવીનો રોલ બહુ કપાઈ ગયો હોવાથી હવે  તે પ્રમોશન વખતે નખરાં દેખાડી રહી હોવાનું કહેવાય છે. 

મુંબઈમાં ટ્રેલર લોન્ચ વખતે જાહ્નવી એક કલાક મોડી આવી હતી.  પરિણામે રામ ચરણ મીડિયાકર્મીઓના પ્રશ્રોત્તરીથી બચવા કારમાં જ બેસી રહ્યો હતો. પ્રમોશન માટે સમયસર પહોંચેલા અન્ય કલાકારોએ પણ ગુસ્સો  વ્યક્ત કર્યો હતો. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મ સાઈન કરતી વખતે જાહ્નવીને કહેવાયું હતું કે તેની ફિલ્મમાં બહુ લાંબી અને મહત્વની ભૂમિકા હશે. જોકે,  ફિલ્મનો ફાઈનલ કટ જોયા પછી જાહ્નવીને ખ્યાલ આવ્યો હતો કે તેની ભૂમિકા તદ્દન ગૌણ અને એકદમ ટૂંકી છે. તે પછી તેણે પોતે આ ફિલ્મનાં પ્રમોશનમાં ભાગ નહિ લે તેવો નિર્ણય કર્યો હતો. જોકે, નિર્માતાઓએ તેને જણાવ્યું હતું કે કરારના ભાગરુપે  તે પ્રમોશનમાં હાજરી આપવા  બંધાયેલી છે.