Entertainment

દીવાલ પર ઈસુ ખ્રિસ્તનું પેઈન્ટિંગ અને બહેન અર્પિતાએ સલમાન ખાનને રાખડી બાંધી, ફેન્સ બોલ્યા, ભાઈજાન સેક્યુલર છે...

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પરિવાર સાથે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરી હતી. બહેન અર્પિતાએ ભાઈજાનને રાખડી બાંધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ઈસુ ખ્રિસ્તના પેઇન્ટિંગ સામે આરતી ઉતારવામાં આવતા ખાન પરિવારની ધર્મનિરપેક્ષતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફેન્સ 'હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ'ના સંદેશાને બિરદાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીવાલ પર ઈસુ ખ્રિસ્તનું પેઈન્ટિંગ અને બહેન અર્પિતાએ સલમાન ખાનને રાખડી બાંધી, ફેન્સ બોલ્યા, ભાઈજાન સેક્યુલર છે...

Salman Khan's Raksha Bandhan Celebration: ખાન પરિવારમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વખતની જેમ આ વર્ષે પણ સલમાન ખાને પોતાની બહેનો અને પરિવાર સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. હવે સલમાનના રક્ષાબંધન સેલિબ્રેશનના ફેમિલી વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે, જેના પર ફેન્સના ખાસ રિએક્શન જોવા મળી રહ્યા છે.

ચર્ચામાં સલમાનનું રક્ષાબંધન સેલિબ્રેશન

સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાને રાખી સેલિબ્રેશનનો વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. અર્પિતા વીડિયોમાં ભાઈજાન ને રાખી બાંધતી જોવા મળી રહી છે. અર્પિતા પહેલા સલમાનની આરતી કરે છે અને ત્યારબાદ ભાઈજાનના કાંડા પર રાખડી બાંધે છે.

પરંતુ જે બાબતે દરેકનું ધ્યાન ખેંચ્યું, તે હતી તેમની પાછળની દીવાલ પર લાગેલું ઈસુ ખ્રિસ્તનું પેઈન્ટિંગ. ઈસુ ખ્રિસ્તના પેઈન્ટિંગ પાસે ઊભા રહીને અર્પિતાએ પોતાના ભાઈ સલમાનની આરતી ઉતારીને રાખી બાંધી. અર્પિતા અને સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ ગયો છે.

સલમાનના વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા

આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ સલમાન અને ખાન પરિવારથી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. તેઓ તેને ઈન્ટરનેટ પર સામે આવેલો સૌથી સેક્યુલર વીડિયો ગણાવી રહ્યા છે. યુઝર્સ ખાન પરિવારના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું- 'હિન્દુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ, સબ હૈ ભાઈ-ભાઈ'ની સુંદર મિસાલ. બીજાએ લખ્યું- 'ભાઈ સેક્યુલર છે.' અન્ય એક યુઝરે લખ્યું- 'સેક્યુલરિઝમ અલ્ટ્રા પ્રો મેક્સ છે.' વધુ એક યુઝરે લખ્યું- 'દરેક ધર્મ પ્રત્યે સલમાનના સન્માન પર શંકા ન કરી શકાય.'

તમને જણાવી દઈએ કે, ખાન પરિવાર હંમેશાં જ હોળી, દિવાળી, ઈદ સહિત દરેક ધર્મના તહેવારને ધામધૂમથી સાથે મળીને ઉજવે છે. દરેક ધર્મનું સન્માન કઈ રીતે કરવામાં આવે છે, તેનું ખાન પરિવાર સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ફેન્સ તેમની આ અદાથી ખૂબ જ ઈમ્પ્રેસ છે.