માત્ર 9 કરોડનો ખર્ચ, 1400 કરોડની કમાણી! યુટ્યુબરે બનાવેલી આ હોરર ફિલ્મે હોલિવૂડ હંફાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Obsession Breaking all The Records: મનોરંજન જગતમાં અવારનવાર એવી ફિલ્મો આવતી હોય છે જે બોક્સ ઓફિસના તમામ સમીકરણો અને મોટા-મોટા સુપરસ્ટાર્સના ઘમંડને ચૂર-ચૂર કરી નાખે છે. હાલમાં સિનેમા જગતમાં એક એવી જ લો-બજેટ હોરર ફિલ્મે ધૂમ મચાવી છે, જેણે હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના તમામ દિગ્ગજોને ચોંકાવી દીધા છે. માત્ર 26 વર્ષના એક યુટ્યુબરે પોતાની જિંદગીની પહેલી જ એવી હોરર થ્રિલર ફિલ્મ બનાવી છે, જે આ વર્ષની ટોપ-રેટેડ હોરર ફિલ્મ બની ગઈ છે અને વિશ્વભરમાં અધધધ કમાણી કરી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ IMDb પર 8.2ની શાનદાર રેટિંગ મેળવનારી હોરર ફિલ્મ ‘Obsession’ની. 1 કલાક અને 49 મિનિટની આ ફિલ્મને આ વર્ષની સૌથી ભયાનક અને સર્વશ્રેષ્ઠ હોરર ફિલ્મ ગણાવવામાં આવી રહી છે.
યુટ્યુબરે એકલા હાથે લખ્યો સફળતાનો ઇતિહાસ
આ ફિલ્મને આ સ્તરે પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય એક યુટ્યુબરને જાય છે. ‘Obsession’ ફિલ્મનો ડિરેક્ટર કરી બાર્કર એક જાણીતો યુટ્યુબર છે. કરી બાર્કર માટે આ તેનું ઓફિશિયલ થિયેટ્રિકલ ડેબ્યુ છે અને પોતાની પહેલી જ ફિલ્મથી તે વૈશ્વિક સ્તરે છવાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે કરી બાર્કરે માત્ર આ ફિલ્મનું નિર્દેશન જ નથી કર્યું, પરંતુ તેની વાર્તા પણ જાતે લખી છે અને તેનું એડિટિંગ પણ પોતે જ કર્યું છે. આ ફિલ્મના ક્રેઝ આગળ હોલીવુડની સુપરહિટ ફ્રેન્ચાઈઝી સ્ટાર વોર્સની ફિલ્મ ‘દ મંડલોરિયન એન્ડ ગ્રોગુ’ પણ પાછળ છૂટી ગઈ છે.
કરી બાર્કર ડિરેક્ટર હોવાની સાથે એક સારો અભિનેતા પણ છે. યુટ્યુબ પર તેની ‘that's a bad idea’ નામથી એક ફેમસ ચેનલ છે, જેના પર તે કોમેડી વીડિયો શેર કરે છે. ‘Obsession’ પહેલાં તેણે ‘મિલ્ક એન્ડ સિરિયલ’ નામની એક શોર્ટ હોરર ફિલ્મ પણ બનાવી હતી.
‘Obsession’નું વર્લ્ડવાઈડ કલેક્શન: 150 ગણો નફો!
આ ફિલ્મની કમાણીના આંકડા જાણીને કોઈપણ ટ્રેડ વિશ્લેષક આશ્ચર્યચકિત થઈ જાય તેમ છે. ‘Obsession’ ફિલ્મનું કુલ બજેટ માત્ર 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયાથી પણ ઓછું હતું. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પોતાના બજેટ કરતાં 150 ગણો વધુ બિઝનેસ કર્યો છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 148 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1404 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.
શું છે ‘Obsession’ની ડરામણી વાર્તા?
ફિલ્મની વાર્તા 'બિયર' નામના એક છોકરાની આસપાસ ફરે છે, જે એક મ્યુઝિક સ્ટોરમાં કામ કરે છે અને મનોમન પોતાની એક ખાસ બહેનપણી 'નિક્કી'ને પ્રેમ કરતો હોય છે. એક દિવસ તેના હાથમાં એક વિચિત્ર સુપરનેચરલ રમકડું આવી જાય છે. બિયર તે જાદુઈ રમકડાં પાસે ઈચ્છા માંગે છે કે તેની બહેનપણી નિક્કી પણ તેના પ્રેમમાં પાગલ થઈ જાય. રમકડું તેની આ ઈચ્છા પૂરી તો કરી દે છે, પરંતુ ત્યારબાદ જે ભયાનક પરિણામો સામે આવે છે તે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.
આ ફિલ્મમાં માઈકલ જોનસ્ટન અને ઈન્ડે નવરેટે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. જો તમે પણ હોરર ફિલ્મોના શોખીન હોવ, તો આ શાનદાર સાયકોલોજિકલ હોરર ફિલ્મ તમારા માટે મસ્ટ-વોચ છે.









