Entertainment

હવે સારા અર્જુન મધુબાલાનો રોલ કરશે તેવી અટકળો

By GS Team
10 Apr 20261 min read
હવે સારા અર્જુન મધુબાલાનો રોલ કરશે તેવી અટકળો

- થોડા થોડા સમયે નવી હિરોઈનનું નામ આવે છે   

- અગાઉ અનીત, તૃપ્તિ, ક્રિતી,  કિયારા, સાઈ પલ્લવીનાં નામો ચર્ચાઈ ચૂક્યાં છે

મુંબઇ : બોલિવુડ વર્તુળોમાં મધુબાલાની બાયોપિકમાં કઈ હિરોઈન મુખ્ય ભૂમિકા ભજવશે તે અંગે  સમયાંતરે નવી ને નવી હિરોઈનોનાં નામની અફવા  ઉડાડાય છે. હવે 'ધુરંધર ' સફળ થતાં તેની હિરોઈન સારા અર્જુનના નામે આ અફવા ચાલુ થઈ છે. 

એવું કહેવાય છે કે સંજય લીલા ભણશાળીના પ્રોડક્શન હેઠળ બનનારી  મધુબાલાની બાયોપિક માટે સારા અર્જુનને ઓફર કરાઈ છે. જોકે, આ અંગે  કોઈ સત્તાવાર  કન્ફર્મેશન અપાયું નથી. 

આ પહેલાં આ રોલ માટે અનીત પડ્ડા,  ક્રિતી સેનોન, તૃપ્તિ ડિમરી, કિયારા અડવાણી, સાઈ પલ્લવી  સહિતના હિરોઈનોનાં નામમ ચર્ચાઈ ચૂક્યાં છે.