Entertainment

કેબીસીમાં નવા એપિસોડ અટક્યા, અમિતાભનાં સ્વાસ્થ્ય વિશે અટકળો

By GS Team
8 Nov 20261 min read
TukuTouch Logo
મુંબઈ : 'કૌન બનેગા કરોડપતિ ૧૮'ના નવા એપિસોડનું પ્રસારણ હાલ પૂરતું અટકાવી દઈ જૂના એપિસોડસ પ્રસારિત કરાતાં અમિતાભ બચ્ચનની તબિયત બગડી હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, એક દાવા અનુસાર અમિતાભની તબિયત નહીં પરંતુ તારીખોમાં ગરબડના કારણે શૂટિંગ શિડયૂલ ખોરવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચન ૧૧ નવેમ્બર પછી જ શૂટિંગ માટે ઉપલબ્ધ રહેશે. ત્યાર પછી જ નવું શૂટિંગ શરૃ થશે. હાલ છેલ્લો નવો એપિસોડ ૩૦ ઓક્ટોબરનો ઉપલબ્ધ છે. દર્શકોની પૂછપરછના જવાબમાં ચેનલ અને પ્લેટફોર્મે સ્પષ્ટતા કરી છે કે દર્શકોએ નવા રસપ્રદ એપિસોડ જોવા માટે થોડી રાહ જોવી પડશે. બીજી તરફ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં નિયમિત દિનચર્યામાં ધીમે-ધીમે પાછા ફરવા વિશે લખ્યું હતું. તેમણે વધતી વયે સામાન્ય ભૂલકણાપણા અને શાળાના દિવસોની યાદો શેર કરી હતી. તાજેતરમાં ઘૂંટણની ઈજાને કારણે થોડો આરામ કર્યા પછી, તેમણે સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ચાહકોને ફરી કાર્યરત થવાની ખાતરી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info