Get The App

સંગીતકાર રહેમાન પ્રભુ દેવાની ફિલ્મમાં એક્ટિંગ પણ કરશે

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
સંગીતકાર રહેમાન પ્રભુ દેવાની  ફિલ્મમાં એક્ટિંગ પણ કરશે 1 - image

- રહેમાન ફિલ્મ ડાયરેક્ટરનું પાત્ર ભજવશે

- મૂન વોક ફિલ્મમાં તમામ પાંચ ગીતોનું સંગીત પણ રહેમાન જ આપવાનો છે 

મુંબઇ : ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન હવે એકટિંગમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યો છે. તે પ્રભુદેવાની ફિલ્મ 'મૂનવોક'માં એક ફિલ્મ ડાયરેક્ટરની ભૂમિકા ભજવવાનો છે. રહેમાને આ ફિલ્મનું સંગીત પણ આપ્યું છે. તેનાં તમામ પાંચ ગીતો તેણે તૈયાર કર્યાં છે. શરુઆતમાં તે આ પ્રોજેક્ટમાં  ફક્ત સંગીતકાર તરીકે જ જોડાયેલો હતો.  પરંતુ,  દિગ્દર્શક મનોજ એન એસએ તેને એક રોલ ઓફર કરતાં રહેમાને તેનો સ્વીકાર કર્યો હતો.  ફિલ્મમાં પ્રભુદેવા બાબૂટી નામના એક યંગ ફિલ્મ કોરિયોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે.