Entertainment

મુસાફિર કાફેના રૂચિર અરુણ કરણ જોહર માટે સીરિઝ બનાવશે

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
કરણ જોહરે પોતાની આગામી વેબ સીરિઝ માટે 'મુસાફિર કેફે'ના સર્જક અરુણ રુચિરને ડિરેક્ટર તરીકે પસંદ કર્યા છે. મુંબઈમાં આ પ્રોજેક્ટ મળતા હિન્દી ઓટીટી પર અરુણની સ્થિતિ મજબૂત બની છે. જોકે, સીરિઝનો વિષય કે કાસ્ટ વિશે વિગતો જાહેર કરાઈ નથી. કરણ જોહર અરુણની ભાવનાત્મક કથાનક રજૂ કરવાની શૈલીથી પ્રભાવિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસાફિર કાફેના રૂચિર અરુણ કરણ જોહર માટે સીરિઝ બનાવશે

મુંબઈ: કરણ જોહરે પોતાની આગામી વેબ સીરિઝ માટે ડિરેક્ટર તરીકે 'મુસાફિર' કેફે'ના સર્જક અરુણ રુચિરની પસંદગી કરી છે. 'મુસાફિર કેફ'ે રીલિઝ થયા પછી આ પ્રોજેક્ટ મળતા હિન્દી ઓટીટી પર એક આશાસ્પદ ફિલ્મસર્જક તરીકે અરુણની સ્થિતિ વધુ મજબૂત બની છે.
જોકે, આ સીરિઝનો વિષય, જોનર કે કાસ્ટ વિશે કોઈ વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી. કરણ જોહર આ પ્રોજેક્ટ કયાં ઓટીટી પ્લેટફોર્મ પર લાવશે તે પણ હજુ જાહેર કરાયું નથી.
અરુણને 'લિટલ થિન્ગ્સ' અને 'ઘર વાપસી જેવા' પ્રોજેક્ટ દ્વારા પાત્ર આધારીત અને આત્મીય કથાનક માટે પ્રસિદ્ધિ મળી હતી. તેની નવી સીરીઝ 'મુસાફિર કેફે' શરણ્યા રાજગોપાલ લિખિત રોમેન્ટીક ડ્રામા છે . આ સીરિઝની કથાવસ્તુ અંગે સંખ્યાબંધ દર્શકો સંમત થયા નથી. જોકે, ભાવનાત્મક સીરિઝ જોવા ઈચ્છતા દર્શકોને તે પસંદ પડી છે. કરણ જોહર પણ ઈમોશનલ બોન્ડિંગને રજૂ કરવાની રુચિર અરુણની શૈલીથી પ્રભાવિત થયો હોવાનું કહેવાય છે.