Entertainment

VIDEO | લાલબાગ ચા રાજાના દરબારમાં સેલેબ્સનો મેળાવડો, રણવીરને જોવા પડાપડી, 'દયાબેન' માસ્ક પહેરીને આવ્યા!

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના પ્રખ્યાત 'લાલબાગ ચા રાજા'ના દરબારમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સેલેબ્સનો મેળાવડો જોવા મળ્યો. રણવીર સિંહ, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા સહિત અનેક કલાકારોએ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ લીધા. 'દયાબેન' ફેમ દિશા વાકાણી પણ માસ્ક પહેરી પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તો અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | લાલબાગ ચા રાજાના દરબારમાં સેલેબ્સનો મેળાવડો, રણવીરને જોવા પડાપડી, 'દયાબેન' માસ્ક પહેરીને આવ્યા!

Lalbaugcha Raja Mumbai Celebs Darshan: ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના સૌથી પ્રખ્યાત 'લાલબાગ ચા રાજા'ના દરબારમાં દર વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. સામાન્ય ભક્તોથી લઈને મોટી હસ્તીઓ સુધીના તમામ લોકો 'બાપ્પા'ના આશીર્વાદ મેળવવા માટે અહીં આવે છે. તાજેતરમાં લાલબાગ ચા રાજાના દરબારમાં સેલેબ્સનો મેળાવડો જોવા મળ્યો છે. જેમાં સિનેમા જગતની અનેક હસ્તીઓએ લાલબાગ ચા રાજાના દર્શન કર્યા હતા. આ દરમિયાન જોવા પડાપડી થઈ તો 'દયાબેન' માસ્ક પહેરીને દર્શનાર્થે આવ્યા હોવાના તસવીર-વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થયા છે.

લાલબાગ ચા રાજાના દરબારમાં સેલેબ્સનો મેળાવડો

અભિનેતા રણવીર સિંહે પણ લાલબાગ ચા રાજાના દર્શન કર્યો અને ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા. વીડિયોમાં અભિનેતા પરંપરાગત સફેદ કુર્તા-પાયજામા પહેરીને ખુલ્લા પગે પંડાલમાં પ્રવેશતા જોવા મળે છે. રણવીરે પંડાલમાં હાજર ચાહકો સાથે હાથ પણ મળાવ્યા હતા.

પંડાલની અંદર અભિનેતા રણવીર સિંહે પ્રાર્થનામાં લીન રહીને જ ચાહકોનું અભિવાદન કર્યું. આશીર્વાદ લીધા બાદ રણવીર પોતાની કાર તરફ આગળ વધ્યો હતો. ત્યાંથી નીકળતી વખતે અભિનેતાએ ચાહકોને વિદાય આપી હતા.

'દયાબેન' માસ્ક પહેરીને આવ્યા!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દયાબેન ફેમ અભિનેત્રી દિશા વાકાણી બાપ્પાના આશીર્વાદ લેવા માટે તેમના પરિવાર સાથે મુંબઈના પ્રખ્યાત 'લાલબાગ ચા રાજા'ના દરબારમાં પહોંચ્યા હતા. અભિનેત્રી પરંપરાગત ગુલાબી સાડીમાં જોવા મળી હતી અને મીડિયા તથા ભીડથી બચવા માટે 'દયાબેને' માસ્ક વડે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.

રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ પહોંચ્યા

અભિનેતા રિતેશ દેશમુખ તેની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા સાથે 'લાલબાગચા રાજા'ના દરબારમાં ભગવાનના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં આ દંપતી સાદા પરંપરાગત પોશાકમાં અને એકબીજાનો હાથ પકડીને ભક્તોની ભીડ વચ્ચે ત્યાં પહોંચ્યું હતું.

આ દરમિયાન, અભિનેતા જેકી ભગનાનીની બહેન અને પ્રોડ્યુસર દીપશિખા દેશમુખે તેના પતિ, ધારાસભ્ય ધીરજ દેશમુખ સાથે પ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના દર્શન કર્યા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ દંપતીએ ગણપતિના ચરણોમાં નમન કરી બાપ્પાના આશીર્વાદ લીધા હતા. પૂજા-અર્ચના કર્યા બાદ તેઓએ ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા, ત્યારે એક ખાસ ક્ષણ કેમેરામાં કેદ થઈ જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં દીપશિખાના ચહેરા પર ઘણું બધું સિંદૂર લગાયેલું જોવા મળ્યુ હતું અને ધીરજ તેને સરખું કરતો જોવા મળ્યો હતો. આ હાવભાવે ચાહકોનાં દિલ જીતી લીધાં હતા.

અભિનેતા અભિષેક કુમાર અને પ્રિન્સ નરુલા લાલબાગ ચા રાજાના દરબારમાં જોવા મળ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બંને કલાકારો બાપ્પાના આશીર્વાદ લેવા જતી વખતે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ દરમિયાન અન્ય એક વીડિયોમાં તેઓ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે લાંબી કતારમાં ઊભેલા જોવા મળે છે.