Entertainment

લાપતા લેડીઝના કલાકારને વળતરને બદલે ધમકી મળી

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
'લાપતા લેડીઝ' ફેમ અભિનેતા સતેન્દ્ર સોનીએ મધ્ય પ્રદેશમાં ફિલ્મ 'પેડ પાલખી'ના શૂટિંગ દરમિયાન ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, નિર્દેશક પુષ્પેન્દ્ર સિંઘ અને તેમની પત્ની અભિનેત્રી પ્રગતિ ચૌહાણે પૈસા ન આપવા ઉપરાંત ગાળો ભાંડી અને શારીરિક હુમલો પણ કર્યો. જોકે, મધ્ય પ્રદેશ પોલીસની મદદથી તેઓ સુરક્ષિત મુંબઈ પરત ફર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

લાપતા લેડીઝના કલાકારને  વળતરને બદલે ધમકી મળી

સતેન્દ્ર સોની કેમેરા સામે રોઈ પડયા

પેડ પાલખી ફિલ્મના શૂટિંગ પછી દિગ્દર્શક અને તેની પત્નીએ હુમલો કર્યાનો આરોપ
મુંબઈ: 'લાપતા લેડીઝ'માં પોતાના રોલથી પ્રસિદ્ધ થયેલા કલાકાર સતેન્દ્ર સોનીએ મધ્ય પ્રદેશમાં પેડ પાલખી ફિલ્મ માટે શૂટિંગ દરમ્યાન ચૂકવણી નકારવામાં આવી હોવાનો તેમજ ધમકી મળી હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં સોનીએ રડતા રડતા જણાવ્યું દિગ્દર્શક પુષ્પેન્દ્ર સિંઘે શૂટિંગના આઠ દિવસ પછી બાકી રકમ ચૂકવવાનો ઈન્કાર કરીને હોટલ છોડી જવાનું કહ્યું હતું અને તેમ ન કરતા મારી નાખવાની ધમકી આપી હતી.
સોનીએ વધુમાં આરોપ લગાવ્યો કે તેણે હોટલ છોડી પછી દિગ્દર્શક પુષ્પેન્દ્ર સિંઘ અને તેની પત્ની અભિનેત્રી પ્રગતિ ચૌહાણે ગાળો ભાંડી હતી અને શારીરિક હુમલો કર્યો હતો. તેના નિવેદન મુજબ સહકલાકારો શ્રીધર દુબે અને પંકજ શર્મા તેની સાથે હતા, અને દુબેએ દખલગીરી કરતા તેના પર પણ હુમલો કરાયો હતો. સોનીએ પછી બીજો વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી કે મધ્ય પ્રદેશ પોલીસની મદદથી તે અને બીજા સહકલાકારો સુરક્ષિત મુંબઈ પાછા આવી શક્યા.
સતેન્દ્ર સોની 'ડોક્ટર જી', 'બવાલ' અને 'રાત અકેલી હૈ' જેવી ફિલ્મોમાં દેખાયો હતો, પણ 'લાપતા લેડીઝ' સાથે તેને વ્યાપક પ્રસિદ્ધિ મળી. તે હવે 'મિરઝાપુરઃ ધી મૂવી'માં દેખાશે જેમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ અને જિતેન્દ્ર કુમાર છે.