Entertainment

મીના કુમારીની બાયોપિકની પટકથા ચાર વર્ષ બાદ આખરે તૈયાર

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: મીના કુમારીની બાયોપિકની પટકથા તૈયાર થઈ ગઈ છે, જેના શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે. ઓલમાઇટી મોશન પિક્ચરે મીનાકુમારીના નામ અને સિનેમેટિક ટ્રેડમાર્ક પર પોતાના હક્કો સુરક્ષિત હોવાની નોટિસ આપી છે. નિર્માતાની પરવાનગી વિના ઉપયોગ ગેરકાયદેસર ગણાશે અને કાનૂની કાર્યવાહી થશે. 4 વર્ષની મહેનત બાદ પટકથા તૈયાર છે, આગામી મહિનાઓમાં પ્રોડક્શન શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીના કુમારીની બાયોપિકની પટકથા ચાર વર્ષ બાદ આખરે તૈયાર

હવે શૂટિંગ શરુ કરવાની તૈયારીઓ
બાદમાં કોઇ કાનુની દાવપેચનો સામનો ન કરવો પડે તે માટે નિર્માતાએ ટ્રેડમાર્કની નોટિસ આપી

મુંબઈ : મીના કુમારીની બાયોપિકની પટકથા તૈયાર થઈ ગઈ છે અને હવે શૂટિંગ માટે તૈયારીઓ શરુ કરાઈ છે. તે પહેલાં નિર્માતાએ મીનાકુમારીના નામ તથા સિનેમેટિક તથા ઓડિયોવિઝ્યુલ ટ્રેડમાર્ક પર પોતાના હક્કો અબાધિત હોવાની નોટિસ પણ આપી છે.
નિર્માતાએ જણાવ્યું છે કે મીનાકુમારીના નામ સહિતના ઓડિયોવિઝ્યુલ ઉપયોગ માટે ખાસ ટ્રેડમાર્ક અધિકારો અમારી પાસે છે અને તેંમની પરવાનગી વિના તેનો કોઇ રીતે ઉપયોગ કરવામાં આવશે તો તે ગેરકાયદે ગણાશે અને તેની સામે કાનુની પગલાં ભરવામાં આવી શકે છે.
ઓલમાઇટી મોશન પિક્ચરની સહસ્થાપક પ્રભલીન સંધુએ જણાવ્યું હતું કે અમે આ સ્પષ્ટતા સંપૂર્ણ પારદર્શકતા જાળવવા અને ભવિષ્યમાં કોઇ બિનજરૂરી ગુંચવણ ન થાય તે માટે જારી કરી છે. ફિલ્મની પટકથા ચાર વર્ષની મહેનત બાદ તૈયાર થઇ ચૂકી છે અને અમે આગામી મહિનાઓમાં ફિલ્મનું પ્રોડકશન શરૂ કરીશું. જો કે, ફિલ્મના દિગ્દર્શક અને અન્ય કળાકારો વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી.
પણ ફિલ્મની પટકથા તેયાર હોવાની જાહેરાત કરવામાં આવી તેનો અર્થ એ છે કે ફિલ્મ હવે પ્રિ-પ્રોડકશન તબક્કામાં પ્રવેશી ચૂકી છે.