Entertainment

'મૈ હું ના'નો બીજો ભાગ આવશે, શાહરૂખ ડબલ રોલમાં હશે

By GS Team
6 Feb 20261 min read
'મૈ હું ના'નો બીજો ભાગ આવશે, શાહરૂખ ડબલ રોલમાં હશે

- કિંગ પછી શાહરૂખ 'મૈ હુ ના' ટૂનું શૂટિંગ શરુ કરશે

- 22 વર્ષ પછી બીજો ભાગ બનશે : શાહરૂખ અને ફરાહ ખાન 12 વર્ષ બાદ ફરી કોલબરેશન કરશે

મુંબઈ : શાહરુખ ખાનની 'મૈ હું ના' ફિલ્મનો ૨૨ વર્ષ પછી બીજો ભાગ બનશે. મૂળ ફિલ્મ ૨૦૦૪માં રજૂ થઈ હતી. હવે ફરાહ ખાન 'મૈ હું ના ટુ' બનાવવાનો પ્લાન કરી રહી છે. 

આ ફિલ્મમાં શાહરુખ ખાનનો ડબલ રોલ હશે તેમ કહેવાય છે. શાહરુખ હાલ તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'કિંગ'માં વ્યસ્ત છે. ત્યારબાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરે તેવી ધારણા છે. શાહરુખ અને ફરાહ ખાન આશરે ૧૨ વર્ષ બાદ ફરી કોલબરેશન કરી રહ્યાં છે. છેલ્લે ફરાહ ખાનની 'હેપ્પી ન્યૂ યર'માં શાહરુખે કામ કર્યું હતું.  કહેવાય છે કે શાહરુખે જ ફરહાને આ ફિલ્મ માટે સ્ટોરી આઇડિયા આપ્યો હતો અને તેના પરથી તેણે સ્ક્રિપ્ટ ડેવલપ કરી છે. 

ફિલ્મમાં મોટાભાગની કાસ્ટ પણ રીપિટ થઈ શકે છે તેમ મનાય છે.