Entertainment

‘મહાભારત’ અભિનેતા મોટી મુશ્કેલીમાં! મહિલા સાથે છેતરપિંડીના આરોપ બાદ પોલીસ કસ્ટડીમાં

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
'મહાભારત' સિરિયલના ભીમ અને અભિનેતા સૌરવ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલાએ લગ્નનું વચન આપી છેતરપિંડી અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વર્ષ 2021થી મહિલા સાથે સંપર્કમાં રહી, અભિનેતાએ તેને અમેરિકામાં નોકરી છોડાવી હતી. લગ્નની વાત કરતાં સૌરવ ગાયબ થઈ ગયો હતો. ગાચીબોવલી પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી તેની અટકાયત કરી, જે બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘મહાભારત’ અભિનેતા મોટી મુશ્કેલીમાં! મહિલા સાથે છેતરપિંડીના આરોપ બાદ પોલીસ કસ્ટડીમાં

Saurav Gurjar Arrested : ટેલિવિઝન સીરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવીને જાણીતો બનેલો અભિનેતા અને રેસલર સૌરવ ગુર્જર મોટી કાનૂની મુશ્કેલીમાં મુકાયો છે. એક મહિલા સાથે લગ્નનું વચન આપીને છેતરપિંડી અને ઉત્પીડન કરવાના ગંભીર આરોપો હેઠળ પોલીસે તેની સામે ગુનો નોંધીને કસ્ટડીમાં લીધો છે. મહિલાની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

લગ્નની લાલચ આપી છેતરપિંડી

રિપોર્ટ અનુસાર, ફરિયાદ કરનાર મહિલાનો સૌરવ ગુર્જર સાથે વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો, જે બાદમાં વોટ્સએપ ચેટિંગ દ્વારા વધુ નજીક આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેતાએ મહિલાને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બંને અમેરિકામાં સાથે રહ્યા હતા અને ત્યારબાદ મહિલા ભારત પરત આવી ત્યારે પણ તેઓ સાથે જ રહેતા હતા. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, અભિનેતાએ ભારતમાં સાથે મળીને બિઝનેસ શરૂ કરવાની લાલચ આપીને તેને અમેરિકામાં ચાલી રહેલી તેની નોકરી છોડવા માટે પણ રાજી કરી લીધી હતી.

લગ્નની વાત પર બ્લોક કરી ગાયબ થઈ જવાનો આરોપ

મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નનું પાકું વચન આપ્યા છતાં જ્યારે પણ તે આગળના આયોજન વિશે વાત કરતી ત્યારે સૌરવ તેનો ફોન નંબર બ્લોક કરીને તેનાથી અંતર જાળવી લેતો હતો. પીડિતાનો દાવો છે કે તેઓ ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધી સાથે રહ્યા હતા, જે પછી અભિનેતા કોઈ પણ જાણ કર્યા વિના અચાનક ગાયબ થઈ ગયો હતો અને સંપર્ક તોડી નાખ્યો હતો.

મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત

પીડિતાની ફરિયાદ મળ્યા બાદ ગાચીબોવલી પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ તેજ કરી હતી. પોલીસ અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી સૌરવ ગુર્જરને કસ્ટડીમાં લીધો હતો અને ત્યારબાદ આગળની પૂછપરછ અને કાયદેસરની પ્રક્રિયા માટે તેને હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કોર્ટની કાર્યવાહી બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

કોણ છે સૌરવ ગુર્જર?

સૌરવ ગુર્જર WWE રેસલર અને અભિનેતા છે. તે સ્ટાર પ્લસની લોકપ્રિય ધાર્મિક સીરિયલ ‘મહાભારત’માં ‘ભીમ’નું દમદાર પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતો થયો હતો. આ ઉપરાંત તે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ગ્વાલિયરનો વતની સૌરવ નાનપણથી રેસલર બનવાની ઈચ્છા ધરાવતો હતો અને તે સપનું પૂરું કરવા લગભગ 14 વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો.