એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા, ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kritika Kamra-Gaurav Kapoor Wedding: એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા છે. 11 માર્ચના રોજ સાંજે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે આ કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં રજિસ્ટર મેરેજ કર્યા છે.
કૃતિકા અને ગૌરવે કોઈ ભવ્ય અને પરંપરાગત લગ્નના બદલે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
માતાએ ભેટમાં આપેલી સાડી પહેરી
લગ્નના અવસર પર કૃતિકા કામરા લાલ રંગની ચંદેરી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાડી તેને તેની માતાએ ભેટમાં આપી હતી. તેને કૃતિકાની પોતાની બ્રાન્ડ 'સિન્નાબાર' દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે પરંપરાગત ચંદેરી કલાને બચાવવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
બીજી તરફ ગૌરવ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડનો આઈવરી અને ગોલ્ડ રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો, જે સાંજના માહોલ સાથે મેળ ખાતો હતો.
ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા
લગ્ન બાદ ઘરના ટેરેસ પર એક આફ્ટર-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ પાર્ટીમાં પહોંચ્યા હતા. બીજી તરફ નેહા ધૂપિયા, અંગદ બેદી, સોહા અલી ખાન, મલાઈકા અરોરા અને પૂજા ગૌર જેવા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સામેલ થયા હતા.
આ પણ વાંચો: ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું... US ઈન્ટેલિજન્સનો જ દાવો
પોતાના પ્રિયજનો વચ્ચે નવા અધ્યાયની શરૂઆત કરવી એ ખુશીની વાત
પોતાના લગ્નને લઈને ગૌરવ અને કૃતિકાએ કહ્યું કે, 'અમે હંમેશાથી માનતા આવ્યા છીએ કે જીવનની સૌથી ખાસ ક્ષણો એ છે જે તમે તમારા પ્રિયજનો સાથે શેર કરો છો. અમને ખૂબ આનંદ છે કે અમે અમારા પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે મુંબઈમાં અમારા જીવનના આ નવા અધ્યાયની શરૂઆત કરી શક્યા છીએ.'









