World

લોકો જીવ બચાવવા નાસતા હતા ત્યારે જ બીજી એરસ્ટ્રાઈક : પાક.-અફઘાન યુદ્ધની કરૂણાંતિકા

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ વિવાદ વધુ વકર્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિઆ, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં આતંકીઓના 3 અડ્ડાઓ નષ્ટ કરવાનો દાવો કર્યો છે. સોમવારે થયેલા હવાઈ હુમલા અને જમીની કાર્યવાહીમાં 29 આતંકીઓ માર્યા ગયાનું પાકિસ્તાન કહે છે. જોકે, અફઘાનિસ્તાને આ હુમલામાં 36 નિર્દોષ નાગરિકો, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમના મોત થયાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકો જીવ બચાવવા નાસતા હતા ત્યારે જ બીજી એરસ્ટ્રાઈક : પાક.-અફઘાન યુદ્ધની કરૂણાંતિકા
  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન સીમા વિવાદ ભયંકર રૂપ લઈ રહ્યો છે
  • અફઘાનિસ્તાનના પક્તિઆ, પક્તિકા અને કુનાર પ્રાંતોમાંના આતંકીઓના ત્રણ અડ્ડાઓનો નાશ કર્યાનો પાક. સેનાનો દાવો
    નવીદિલ્હી : પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેનો સીમા વિવાદ ભયંકર રૂપ લઈ રહ્યો છે. સોમવાર (૨૯ જૂન)ના દિવસે પાકિસ્તાની સેનાએ એક જબરજસ્ત અભિયાન હાથ ધરી ભીષણ હવાઈ હૂમલા કર્યા હતા, અને તેને પગલે જમીની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
    પાકિસ્તાન સરકારનો દાવો છે કે આ કાર્યવાહીમાં તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી) અને જમાત-ઉલ્-ખહરારના ૨૯ આતંકીઓ માર્યા ગયા છે. બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ હુમલાને કાયરતાપૂર્ણ કહેતાં દાવો કર્યો છે કે તે હુમલાથી મહિલાઓ અને બાળકો સહિત ૩૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. આ બધા પહેલા હુમલાથી જીવ બચાવવા નાસતા હતા ત્યારે જ લગભગ તૂર્ત જ બીજો હુમલો થતાં માર્યા ગયા હતા.
    પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરાહે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે જાસૂસી માહિતીના આધારે બાજોડ જેવા સરહદી વિસ્તારમાં ભૂમિદળની પણ કાર્યવાહી ચલાવવી પડી હતી. તે પછી અફઘાનિસ્તાનમાં અંદર રહેલા આતંકી અડ્ડાઓ ઉપર નિશાન લઈને હવાઈ હુમલા કરવા પડયા હતા.
    પાકિસ્તાનની સેનાના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના પક્તિઆ, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં રહેલા આતંકીઓના ત્રણ અડ્ડાઓ નેસ્ત-નાબૂદ કરી દેવાયા છે.
    અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા, જબીહુલ્લાર મુજાહીદ અને ઉપ-પ્રવક્તા હમદુલ્લા ફિતરને પાકિસ્તાનના તે દાવાને જડમૂળથી ફેંકી દેતાં કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં આતંકીઓ હતા જ નહીં તેમાં મોટા ભાગની તો મહિલાઓ હતી. બાળકો હતા. તેઓ થોડાં પુરૂષો સાથે જીવ બચાવવા નાસી રહ્યાં હતાં ત્યાં જ તુર્ત જ બીજો હવાઈ હુમલો થયો જેમાં તે નિર્દોષો માર્યા ગયા.