Entertainment

હિરો કરતાં હિરોઈનોને ઓછી ફીથી ક્રિતી સેનન નારાજ

By GS Team
12 May 20261 min read
હિરો કરતાં હિરોઈનોને ઓછી ફીથી ક્રિતી સેનન નારાજ

- બોલિવુડમાં સ્ત્રીવિરોધી માનસિકતા

- નિર્માતાઓ પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા માટે અભિનેત્રીઓની ફીમાં જ કાપ મૂકે છે

મુંબઇ : બોલિવુડમાં હિરો કરતાં હિરોઈનોને ઓછી ફી મળતી હોવા બાબતે અનેક અભિનેત્રીઓ નિરાશા તથા નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. હવે  ક્રિતી સેનન પણ તેમાં સામેલ થઈ છે. તાજેતરમાં તેણે જણાવ્યું હતું કે બોલિવુડમાં હજુ  પણ સ્ત્રીવિરોધી માનસિકતા છે. ફી પેમેન્ટથી માંડીને બીજી કેટલીય બાબતોમાં સ્ત્રી કલાકારોને અન્યાય થાય છે. તેણે કહ્યું હતું કે હિરો કરતાં હિરોઈનોને ઓછા પ્રભાવશાળી રોલ અપાય છે. હિરોઈનને કેન્દ્રમાં રાખીને બનતી ફિલ્મોની સંખ્યા બહુ ઓછી છે. તેણે યાદ કર્યુ હતું કે સેટ પર મળતી સગવડોની બાબતમાં પણ હિરોઈનોને અન્યાય કરવામાં આવે છે. તેણે પોતાની કારકિર્દીની શરુઆતના સમયને યાદ કરતાં કહ્યું હતું કે મારા કરતાં ઓછા  સિનિયર પુરુષ કલાકારોને પણ અનેકગણી ફી તથા વધુ સગવડો અપાતી હતી.