Entertainment

ક્રિતી સેનનની પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે દિલ્હી હાઇકોર્ટમા અરજી

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
દિલ્હી હાઇકોર્ટમાં અભિનેત્રી ક્રિતી સેનને પોતાના પર્સનાલિટી અને પબ્લિસિટી રાઇટ્સના ગેરકાનૂની દુરુપયોગ સામે રક્ષણ મેળવવા અરજી કરી છે. સિંગલ જજ પુરુષૈન્દ્ર કુમારની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. ન્યાયાધીશે ક્રિતીના વકીલને સુસંગત ચુકાદાઓ અને પર્સનાલિટી રાઇટ્સ વિશેની સામગ્રી રજૂ કરવા જણાવ્યું. વધુ સુનાવણી 29 ઓક્ટોબરે થશે. ઘણા સ્ટાર્સે AI જનરેટેડ સામગ્રીના દુરુપયોગ સામે કાનૂની રક્ષણ મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિતી સેનનની પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે દિલ્હી હાઇકોર્ટમા અરજી
  • આ મામલે વધુ સુનાવણી ૨૯ ઓક્ટોબરે કરાશે
  • દિલ્હી હાઇકોર્ટે ક્રિતીના વકીલને સુસંગત ચૂકાદાઓ અને અન્ય સંશોધિત સામગ્રી સુપરત કરવા જણાવ્યું

મુંબઇ : ક્રિતી સેનને પોતાના પર્સનાલિટી અને પબ્લિસિટી રાઇટ્સના ગેરકાનુની દુરૂપયોગ સામે રક્ષણ મેળવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. સિંગલ જજ પુરુષૈન્દ્ર કુમારની બેન્ચ સમક્ષ આ કેસ સુનાવણી કરવામાં આવી હતી.
ન્યાયાધીશે ક્રિતીના વકીલને સુસંગત ચૂકાદાઓ તથા પર્સનાલિટી રાઇટ્સ વિશેની સંશોધિત સામગ્રીને રેકોર્ડ પર મુકવા જણાવ્યું હતું. ક્રિતીની કાનુની ટીમ દ્વારા સુપરત કરવામાં આવેલી સામગ્રીનો અભ્યાસ કરી હાઇકોર્ટ તેનો ચૂકાદો આપશે. આ કેસનું વધુ સુનાવણી ૨૯ ઓક્ટોબરે કરવામાં આવશે.
સેલિબ્રિટીઓના નામ અને ઇમેજનો ગેરકાયદે વેપારી ઉપયોગ થવા ઉપરાંત હવે એઆઇ જનરેેટેડ સામગ્રીનો પણ ગેરકાયદે ઓનલાઇન દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે ઘણાં ફિલ્મ સ્ટાર્સે આવી અરજી નોંધાવીને એક પ્રકારનું કાનુની રક્ષણ મેળવ્યું છે. બીગ બીથી માંડી અનિલ કપૂર સુધી ઘણાં ફિલ્મસ્ટાર્સે આવું કાનુની રક્ષણ હાઇકોર્ટમાંથી મેળવ્યું છે.