Entertainment

કરીના કપૂર ખાન ક્રાઈમ ઈન્વેસ્ટીગેટરનો રોલ કરશે

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
કરીના કપૂર ખાન 'મીસીસ'ના નિર્માતા આરતી કડવ સાથે મુંબઈમાં એક પ્રોસીજ્યુરલ ડ્રામા માટે સહયોગ કરી રહી છે. કરીના પટકથાથી પ્રભાવિત થઈને આ પ્રોજેક્ટ માટે તરત જ સંમત થઈ ગઈ હતી. હાલ પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આરતી કડવ સાયન્સ ફિક્શન અને માનવીય સંબંધો પર આધારિત ફિલ્મો માટે જાણીતા છે. કરીનાએ ફરી એકવાર કન્ટેન્ટ આધારિત ફિલ્મ પસંદ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરીના કપૂર ખાન ક્રાઈમ ઈન્વેસ્ટીગેટરનો રોલ કરશે

મુંબઈ: કરીના કપૂર ખાન 'મીસીસ'ના સર્જન માટે લોકપ્રિય બનેલી આરતી કડવ સાથે એક પ્રોસીજ્યુરલ ડ્રામા માટે કોલબરેશન કરી રહી છે. કરીનાએ પટકથાથી પ્રભાવિત થઈને તાત્કાલિક પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું માનવામાં આવે છે. હાલ પ્રીપ્રોડક્શન કામ ચાલી રહ્યું છે અને ફિલ્મનું શૂટ સપ્ટેમ્બરમાં શરૂ થવાની
સંભાવના છે.
કરીના અગાઉ કમર્શિયલ મનોરંજન ફિલ્મો સાથે પડકારજનક, કેન્ટેન્ટ આધારીત રોલ ધરાવતી ફિલ્મો 'ચમેલી', 'દેવ' અને 'ઓમકારા' કરી ચૂકી છે. આરતી કડવ સાથે કામ કરવાનું નક્કી કરી તેણે ફરી વિશિષ્ટ પટકથા આધારિત ફિલ્મ પર પસંદગી ઉતારી છે.
કડવને સાયન્સ ફિક્શન, કાલ્પનિક કથાઓ અને માનવીય સંબંધો પર આધારીત ફિલ્મો માટે વ્યાપક માન્યતા મળી છે.
ઉલ્લેખનીય છે કે કરીના આગામી ફિલ્મ 'દાયરા'માં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની છે.