Entertainment
કરીનાએ એરપોર્ટ પર લાઈન તોડતાં ભારે ટ્રોલ થઈ
By GS Team
14 Apr 20261 min read

- વીઆઈપી કલ્ચર સામે લોકોનો વિરોધ
- ચેકિંગ પર પહોંચ્યા બાદ લાઈનની પરવા કર્યા વિના આઈડી બતાવીને જતી રહી
મુંબઇ : કરીના કપૂર એરપોર્ટ પર લાઈનને અવગણીને આગળ વધી ગઈ હોવાનો એક વિડીયો વાયરલ થયા બાદ તેને ભારે ટ્રોલ કરાઈ હતી.
કરીના એરપોર્ટમાં લાઈન હોવા છતાં તેને અવગણીને સિક્યોરિટી ગાર્ડને આઈડી બતાવી અંદર પ્રવેશી ગઈ હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું. ત્યારબાદ લોકોએ આ વિડીયો પર જાત ભાતની ટિપ્પણી કરી હતી.
લોકોએ કહ્યું હતું કે સિનિયર સિટિઝન પણ લાઈનમાં ઊભા હોય છે. અનેક બીમાર તથા દિવ્યાંગ લોકો પણ લાઈનમાં હોય છે ત્યારે કરીનાનું આ વલણ વખોડવા લાયક છે. તેને બહુ મોડું થઈ ગયું હોય તો કમસેકમ તે અન્ય લોકોને વિનંતી પણ કરી શકી હોત.
જોકે, આ વિડીયો અંગે કરીનાનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી.









