Entertainment

કરીના કપૂરે બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જણાવ્યું કે તે તેના પુત્રો તૈમૂર અને જેહને 3 મહત્વપૂર્ણ ટેવો શીખવી રહી છે. કરીના બાળકોને દયાળુ બનવું, લાગણીઓ વ્યક્ત કરવી અને રડવું એ ખોટું નથી તે શીખવે છે. અભિનેત્રીનું માનવું છે કે, આ ગુણો ભવિષ્યમાં તેમને સારા માણસ બનાવશે. માતા-પિતાએ પણ આ પદ્ધતિ અપનાવવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

કરીના કપૂરે બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

Kareena Kapoor Teaches Taimur And Jeh These 3 Habits: એક્ટ્રેસ કરીના કપૂરની દમદાર એક્ટિંગ પર ચાહકો ફીદા છે અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક્ટિંગ કરિયરની સાથે કરીના તેના બંને દીકરાનો ઉછેર પણ કરી રહી છે અને માતાનો રોલ પણ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તૈમૂર અને જેહ બાળપણથી જ લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે, પરંતુ કરીનાએ તેમને ક્યારેય કોઈ બાબતે અહંકાર કરવાની શીખ નથી આપી. કરીનાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હું મારા બાળકોને બાળપણથી જ કેટલીક જરૂરી બાબતો શીખવી રહી છું, જેથી તેઓ ભવિષ્યમાં સારા માણસ બની શકે. અભિનેત્રીએ કહ્યું કે, માતા-પિતાએ આ ટિપ્સ જરૂર અપનાવવી જોઈએ.

કરીના કપૂરની પેરન્ટિંગ સ્ટાઈલ શું છે?

કરીના કપૂર પોતાના પુત્રોને બંધનમાં નથી રાખતી અને ના તો તેમના પર સોસાયટીનું કોઈ પ્રેશર ક્રીએટ કરે છે. તે તેમને તેમની રીતે જીવવા દે છે, પરંતુ કેટલીક એવી ટેવો છે જે કરીના બાળપણથી જ જેહ અને તૈમૂરમાં કેળવી રહી છે. તમે સામાન્ય રીતે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે 'પુરુષો રડતા નથી' અથવા 'મર્દ કો દર્દ નહીં હોતા'. આ નિયમોને તોડતાં કરીના પોતાના બાળકોને ઈમોશનલ રહેતા પણ શીખવી રહી છે.

કરીના કપૂરે બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ

પુત્રોને દયાળુ બનાવવા માંગુ છું

કરીના કપૂરે કહ્યું કે, 'હું બે પુત્રોની માતા છું અને ખૂબ જ ડરેલી છું. એક માતા તરીકે તમે બેસ્ટ કરવા માગો છો. તમે તેમને સુરક્ષિત રાખવા માગો છો અને તેમને જવાબદાર બનવાનું પણ શીખવવા માગો છો. હું માત્ર તેમના દયાળુ બનવા માટે પ્રાર્થના કરતી રહું છું અને હું માનું છું કે પુરુષો વધુ દયાળુ હોવા જોઈએ. હું હંમેશા પુત્રોને દરેક પ્રત્યે દયાની ભાવના રાખવાની શીખ આપું છું.'

રડવા પર કોઈ મનાઈ નથી

કરીનાએ કહ્યું કે, 'હું મારા પુત્રોને કહું છું કે જો રડવું આવતું હોય તો ખુલીને રડી લો. રડવું એ કોઈ પાપ નથી અને એવું ક્યાંય લખ્યું નથી કે છોકરાઓ રડી ન શકે. માત્ર છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ સંવેદનશીલ હોય છે અને જો તમને કોઈ વાત પર રડવું આવતું હોય તો તેને વ્યક્ત કરીને રડી લો અને મન હળવું કરી લો.' કરીના જેહ અને તૈમૂરને કહે છે કે તેઓ કોઈ પણ છોકરી કે પોતાની માતા સામે રડી શકે છે અને તેમાં કંઈ જ ખોટું નથી.

લાગણીઓ વ્યક્ત કરે અને દુઃખી થવું નોર્મલ છે

કરીના કપૂરનું માનવું છે કે, પુત્રોને પોતાના ઈમોશન્સ વ્યક્ત કરતા શીખવવું જોઈએ અને તેમને એ આવડવું જોઈએ. પોતાની લાગણીઓને દબાવી રાખવાથી માત્ર તે વ્યક્તિને જ નહીં પરંતુ સામેવાળાને પણ પરેશાની થાય છે. આ સિવાય પુત્રોના દુઃખી થવા, રડવા કે ડર લાગવા જેવી બાબતો પર રિએક્ટ ન કરો. તેમને સમજાવો કે આ બધું નોર્મલ છે.