Entertainment

કરણ જોહર અભિષેક વર્મનની ગદાધારી ભીમ પ્રોડયૂસ કરશે

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન પહેલીવાર પૌરાણિક સુપરહીરો ફિલ્મ 'ગદાધારી ભીમ' બનાવશે. મુંબઈમાં અભિષેક વર્મન લેખન અને દિગ્દર્શન કરશે. 'ટુ સ્ટેટ્સ' અને 'કલંક' ફેમ અભિષેક મહાભારતના ભીમની કથાને આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે રજૂ કરશે. ફિલ્મની પટકથા તૈયાર છે અને કલાકારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ એક મોંઘી ફિલ્મ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરણ જોહર અભિષેક વર્મનની ગદાધારી ભીમ પ્રોડયૂસ કરશે
  • કરણ પહેલીવાર પૌરાણિક ફિલ્મ બનાવશે
  • ટુ સ્ટેટ્સ અને કલંક ફેમ અભિષેક વર્મન ફિલ્મનું લેખન તથા દિગ્દર્શન કરશે

મુંબઇ : અભિષેક વર્મન દ્વારા બનાવવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી સુપર હીરો ફિલ્મ 'ગદાધારી ભીમ'ના નિર્માણમાં કરણ જોહરનું ધર્મા પ્રોડકશન પણ જોડાઇ રહ્યું છે. ધર્મા પ્રોડકશન પુરાણકથા આધારીત સુપરહીરોની ફિલ્મ પહેલીવાર બનાવશે.
ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને પ્રોડકશન ટીમ દ્વારા હિરો હિરોઇન નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રિ-પ્રોડકશનનું કામ આગળ વધશે તેમ ફિલ્મના કળાકારો તથા કસબીઓના નામ જાહેર કરવામાં આવશે. બોલિવૂડ બબલના પુરાણકથાને આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે રજૂ કરવાના આ નવતર સાહસમાં હવે કરણ જોહરના ધર્મા પ્રોડકશનના જોડાવા સાથે તેને લખલૂટ ખર્ચે બનાવવામાં આવશે તેમ મનાય છે. અભિષેક વર્મન આ અગાઉ 'ટુ સ્ટેટસ' અને 'કલંક' જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે.
આ ફિલ્મ ગદાધારી ફિલ્મના લેખન અને નિર્દેશનની જવાબદારી અભિષેક વર્મનને શિરે છે. ટૂંક સમયમાં અન્ય કળાકારોના નામની જાહેરાત કરવામાં આવશે. મહાભારતના એક પાત્ર ગધાદારી ભીમની કથાને આ ફિલ્મમાં આધુનિક ટેકનોલોજીની સહાયથી રજૂ કરવામાં આવશે.