કંગનાની ક્વિન ટુનું શૂટિંગ છેલ્લા તબક્કામાં, ડાંડિયારાસનું શૂટિંગ પુરૂ થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : એક સમયે પોતાના કામના જોરે બોલિવૂડમાં ધાક જમાવનારી કંગના રનૌત હાલ નિષ્ફળતાનો સ્વાદ ચાખી રહી છે. તેની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર નીવડી છે. જેને કારણે તેની આગામી ફિલ્મ ક્વિન ટુ તેની કારકિર્દીમાં મહત્વની પુરવાર થશે તેમ મનાઇ રહ્યું છે.
હાલ ક્વિન ટુનું શૂટિંગ નાયગાંવ વિસ્તારમાં ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયગાંવમાં ડાંડિયા રાસ અને ઘરની અંદરના સીનો શૂટ કરવામાં આવ્યા હતા.
ડાંડિયારાસના ગીતના શૂટિંગમાં કંગના તથા અન્ય યુવતીઓએ ભાગ લીધો હતો. આ બે મહત્વના સીનનું શૂટિંગ પુરૂ થયા બાદ હવે છ દિવસનું જ કામ બાકી રહ્યું છે.
દિગ્દર્શક વિકાસ બહેલ આ ફિલ્મના શૂટિંગને નિયત સમયપત્રક અનુસાર જુલાઇના પહેલાં અઠવાડિયામાં પુરૂ કરવા માંગે છે. હાલ ફિલ્મનું શૂટિંગ પુરૂ થવા આડે ગણતરીના દિવસો જ બાકી હોઇ ફિલ્મના કળાકારો અને કસબીઓ ઉજવણીના મૂડમાં છે. કંગના ની તાજેતરમાં આવેલી ફિલ્મોમાં તે હિરોઇન તરીકે પ્રભાવશાળી પાત્રોમાં જોવા મળી હતી તેની સામે તે રાણી નામની સામાન્ય યુવતીના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે. ક્વિનમાં રાણીનું પાત્ર ભજવ્યા બાદ કંગનાને મોટી પ્રસિદ્ધિ મળી હતી. જો આ ફિલ્મમાં સફળતાનું પુનરાવર્તન કરશે તો કંગના ફરી એકવાર રૂપેરી પડદાંની રાણી બની રહેશે.




