Entertainment

કંગના અને હૃતિક એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં હૃતિક રોશન અને કંગના રણૌત વચ્ચે ફરી ઓનલાઈન શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. કંગનાએ હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદનું નામ લઈ, તેને બળતામાં ઘી ન હોમવા જણાવ્યું છે. એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર 'હૃતિકની માફી માગો' ટ્રેન્ડ શરૂ થયો હતો. આ અંગે હૃતિકની કોમેન્ટથી નારાજ કંગનાએ હૃતિકને સંબોધીને લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે હૃતિકને પોતાની સામે ઊભા રહેવાને બદલે પોતાને હેરાન કરનારાઓનો વિરોધ કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગના અને હૃતિક એક દાયકા બાદ ફરી ઓનલાઈન ઝઘડયાં

મુંબઈ : હૃતિક રોશન અને કંગના રણૌત ફરી એક દાયકા બાદ ઓનલાઈન ઝઘડી પડયાં છે. આ વખતે કંગનાએ હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદનું નામ લઈને તેને બળતામાં ઘી ન હોમવા કહ્યું છે.
વાસ્તવમાં તાજેતરમાં સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે એવી ટિપ્પણી કરી હતી કે કંગના મને એટલા માટે નિશાન બનાવે છે કે હું કદાચ થોડોઘણો હૃતિક રોશન જેવો દેખાઉં છું. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર હૃતિકની માફી માગો..એવો ટ્રેન્ડ શરુ થયો હતો. આ ટ્રેન્ડ વિશે ઓથર ફ્રેડી બર્ડીની પોસ્ટ પર હૃતિકે એવી કોમેન્ટ કરીને જવાબ આપ્યો હતો કે તમને બી પસંદ ન હોય એટલે એનો સાથ આપવો એ આપણા સમાજને લાંબા સમયથી કનડી રહેલી ખામી ભરેલી સિસ્ટમની સમસ્યાનો એક નાનો હિસ્સો છે. હું વધુ કાંઈ કહેવા કરતાં યોગ્ય સંદર્ભની રાહ જોઈશ. બાકી તો આ બધાની કોને પરવા છે.
હૃતિકે કંગનાનું નામ લીધું ન હતું પરંતુ કંગનાને લાગ્યું કે હૃતિકે તેને જ નિશાન બનાવી છે. આથી તેણે હૃતિકને સંબોધીને એક લાંબી પોસ્ટ લખતાં કહ્યું છે કે તું અત્યારે સબા આઝાદ સાથે કમિટેડ રિલેશનશિપમાં છો એ સારું જ છે. પણ તેટલા ખાતર તું કોઈ મહિલાને આ રીતે નિશાન બનાવે તે ખોટું છે. તેને બદલે તારે તો મને રંજાડી રહેલા તમામ લોકોનો વિરોધ કરવો જોઈએ. તેને બદલે તું બળતામાં ઘી હોમે છે એ ખોટું છે.
આ નવા ઘટનાક્રમથી બંને કલાકારો વચ્ચે ૨૦૧૬ના કડવા વિવાદની યાદ ફરી તાજા થઈ છે. તે વખતે કંગનાએ હૃતિક તેની પાછળ પડયો હોવાના આરોપો કર્યા હતા. બીજી તરફ હૃતિકે કંગનાએ તેને ૧૪૦૦થી વધાર ેઈમેઈલ કર્યાના આક્ષેપો કર્યા હતા. આ મામલે પોલીસ કેસ તથા કોર્ટ કેસ પણ થયા હતા. જોકે, ૨૦૧૭માં મુંબઈ પોલીસે પુરાવાના અભાવે આ કેસ બંધ કરી દીધો હતો.