Entertainment

કમલ હાસન અને રજનીકાંત 47 વર્ષ પછી સાથે ફિલ્મ કરશે

By GS Team
21 Feb 20261 min read
કમલ હાસન અને રજનીકાંત 47 વર્ષ પછી સાથે ફિલ્મ કરશે

- ફિલ્મ નિર્માતાઓ દ્વારા સત્તાવાર જાહેરાત   

- બંને મેગા સ્ટાર અગાઉ જુદી જુદી ભાષાની 21 ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે

મુંબઈ : સાઉથના બે મેગા સ્ટાર કમલ હાસન અને રજનીકાંત એક ફિલ્મમાં સાથે આવી રહ્યાની ચર્ચાઓ લાંબા સમયથી હતી. હવે આ ફિલ્મના નિર્માતાઓએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. આશરે ૪૭ વર્ષ પછી બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે દેખાશે. 

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફિલ્મનું ટીઝર અપાયું હતું. જોકે, વધારે વિગતો શનિવારે જાહેર કરાશે તેમ જણાવાયું હતું. 

હજુ થોડા મહિના પહેલાં જ કમલ હાસન અને રજનીકાંત બંનેએ સંકેત આપ્યો હતો કે તેઓ એક  ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરવાના છે. રજનીકાંતની દીકરી સૌંદર્યાએ પણ તેના પિતા અને કમલહાસન સાથે ફિલ્મ કરવાના હોવાનું કહ્યું હતું. 

આ બંને મેગા સ્ટાર્સ અત્યાર સુધીમાં તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં કુલ ૨૧ ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. તેમાંની કેટલીક ફિલ્મોમાં તેમણે કેમિયો કર્યો હતો.