Get The App

કાજોલની ફિલ્મ 'માં'નો બીજો ભાગ બને તેવી શક્યતા

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
કાજોલની ફિલ્મ 'માં'નો બીજો ભાગ બને તેવી શક્યતા 1 - image

- કાજોલે ગોળ ગોળ ભાષામાં સંકેત આપ્યો 

- ફિલ્મના બીજા ભાગમાં અજય દેવગણની શૈતાનનાં પાત્રો ઉમેરાય તેવી અટકળો

મુંબઈ : કાજોલની ગત વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ 'માં'નો બીજો ભાગ બની શકે છે. ખુદ કાજોલે ગોળ ગોળ ભાષામાં આ  સંકેત આપ્યો છે. એક વાતચીતમાં કાજોલે સ્વીકાર્યું હતું કે અમે 'માં' ફિલ્મનો બીજો ભાગ બનાવવા વિચાર્યુું છે. જોકે, આ બાબતે આખરી નિર્ણય અજય દેવગણ લેશે. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે અજય દેવગણ પણ પોતાનું સુપર નેચરલ યુનિવર્સ ઉભું કરવાની ફિરાકમાં છે. આ માટે કાજોલની 'માં' ફિલ્મના બીજા ભાગમાં અજય દેવગણની 'શૈતાન' ફિલ્મનાં કેટલાંક પાત્રો ઉમેરાય તેવી સંભાવના છે. 

જોકે, આ સમગ્ર ચર્ચા બાબતે અજય દેવગણે હજુ સુધી કોઈ ફોડ પાડયો નથી. અજય હાલ તેની 'દ્રશ્યમ  થ્રી' ફિલ્મમાં વ્યસ્ત છે.