Get The App

યામીની નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
યામીની નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે 1 - image

- જેક્લિને તાજેતરમાં કેમિયો માટે શૂટિંગ કર્યું

- ભૂત પોલીસ પછી યામી અને જેક્લિન બીજીવાર કોઈ ફિલ્મમાં સાથે દેખાશે

મુંબઇ: યામી ગૌતમની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'નઈ નવેલી'માં જેક્લિન ફર્નાન્ડિઝ પણ કેમિયો કરી રહી છે. જેક્લિને તાજેતરમાં જ આ કેમિયો માટે પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યામી અને  જેક્લિનનું આ બીજું કોલબરેશન છે. અગાઉ તેમણે ૨૦૨૧ની ફિલ્મ 'ભૂતપોલીસ'માં સ્ક્રીન શેર કરી હતી.  'નઈ નવેલી' ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે. જોકે, તેનું  દિગ્દર્શન  બાલાજી મોહન કરી રહ્યા છે. આ ફિલ્મ એક હોરર કોમેડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે જેક્લિન હાલ સુકેશ ચન્દ્રશેખર કેસને કારણે મુશ્કેલીમાં છે. તેણે આ ઠગાઈ કેસમાં પોતે સાક્ષી બનવા માગે છે તેવી અરજી કરી છે. 

જોકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેક્લિનને સાક્ષી  બનવા દેવાનો વિરોધ કર્યો છે.