Entertainment

'હનુમાન અંશ'ના 'પાર્વતી' ગીતથી ચમકી ઈરાનની અભિનેત્રી! બાળપણમાં પર્શિયનમાં લખતી હતી હિન્દુ ભજન!

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
ઈરાની અભિનેત્રી અગ્નિ અગ્યારી 'હનુમાન અંશ' ફિલ્મમાં 'પાર્વતી' ગીતથી છવાઈ ગઈ છે. યુટ્યુબ પર વાયરલ થયેલા આ ગીતમાં તેના અભિનયે ચાહકોનું દિલ જીતી લીધું. ઈન્ટરવ્યુમાં અગ્નિએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, તે હેન્ડપેન અને કાહૂન જેવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું જાણતી હોવાથી તેને આ તક મળી. ભારતમાં 4 વર્ષથી કામ કરતી અગ્નિ શાહરૂખ અને કરીના સાથે જાહેરાતોમાં પણ જોવા મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હનુમાન અંશ'ના 'પાર્વતી' ગીતથી ચમકી ઈરાનની અભિનેત્રી! બાળપણમાં પર્શિયનમાં લખતી હતી હિન્દુ ભજન!

Iranian Actor Agni Agyari: ફિલ્મ 'હનુમાન અંશ'માં જે પણ એક્ટર/એક્ટ્રેસ નજર આવ્યા છે, તે બધાની ફેન ફોલોઈંગ વધતી જઈ રહી છે. પછી ભલે તે એક રોલ હોય કે ગીતમાં તેમની નાની સરખી ઝલક. ઈરાનમાં જન્મેલી બોલિવૂડ એક્ટ્રેસ અગ્નિ અગ્યારી પણ આ ફિલ્મનો નાનો એવો હિસ્સો હતી. તે 'પાર્વતી' ગીતમાં નજર આવી હતી, જે યુટ્યુબ પર ખૂબ વાઈરલ થયું. આ ગીતમાં નાની ઝલકથી જ તેની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ છે.

ગીતથી છવાઈને ખુશ થઈ અગ્નિ અગ્યારી

અગ્નિ અગ્યારીની પોપ્યુલરિટીની સૌથી ખાસ વાત એ છે કે તેણે આ ગીત ગાયું નહોતું, પરંતુ માત્ર તેમાં પરફોર્મ કર્યું હતું. છતાં પણ લોકોની નજર તેના પર પડી અને હવે તેના જૂના કામને પણ નોટિસ કરવામાં આવી રહ્યું છે. એક ઈન્ટરવ્યુમાં ઈરાની એક્ટ્રેસ અગ્નિએ આના પર ખૂબ ખુશી વ્યક્ત કરી છે.

તેણે કહ્યું કે, 'મને આ ગીતમાં એટલા માટે લેવામાં આવી કારણ કે હું હેન્ડપેન અને કાહૂન (ક્લેપ બોક્સ) જેવા ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું જાણું છું. મેકર્સને આ ગીત માટે એક એક્ટર કરતા મ્યુઝિશિયનની વધારે જરૂર હતી અને મારી મ્યુઝિકલ ટ્રેનિંગ અહીં કામ આવી. ગીતમાં મેં મારી જ સાડી પહેરી હતી. મને મળી રહેલો પ્રેમ જોઈને હું ખૂબ ખુશ છું. મારા જૂના કામને પણ હવે લોકો નોટિસ કરી રહ્યા છે. હું આ તક માટે ડાયરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદી અને સિંગર-કંપોઝર ઋષિ પાઠકનો આભાર માનું છું.'

ભારત સાથે છે જૂનો નાતો

અગ્નિ અગ્યારીનું આગળ માનવું છે કે, 'ફિલ્મ હનુમાનથી મલેલી સફળતાનું કનેક્શન મારો ભારત સાથેનો કોઈ જૂનો નાતો છે. મને ખુને નથી ખબર કે આવું કેમ છે, પરંતુ મને લાગે છે કે કંઈક તો છે જે મને ભારત સાથે જોડે છે. કદાચ ગયા જન્મનું કોઈ કનેક્શન હોય. મારો જન્મ અને ઉછેર ઈરાનના તેહરાનમાં થયો છે. હું પારસી પરિવારમાંથી આવું છું. આમ છતાં બાળપણથી જ મારી ઈન્ડિયન ફિલ્મોમાં ઘણી રુચિ હતી. મને બાળપણમાં 'ઓમ જય જગદીશ હરે' ભજન ખૂબ ગમતું હતું. મેં આ ભજન પર્શિયન ભાષામાં લખી લીધું હતું અને મારી માતાના એક સ્ટુડન્ટ પાસેથી મળેલી સરસ્વતી માતાની તસવીર સામે બેસીને તેને ગાતી હતી. હું દિલથી ઈન્ડિયન જ છું.'

તમને જણાવી દઈએ કે અગ્નિ અગ્યારી છેલ્લા લગભગ ચાર વર્ષથી ભારતમાં કામ કરી રહી છે. આ દરમિયાન તે શાહરૂખ ખાન, કરીના કપૂર ખાન અને યામી ગૌતમ સાથે જાહેરાતોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે 'બડે અચ્છે લગતે હૈં-3' અને 'શો ટાઈમ' જેવા ટીવી શોઝમાં પણ જોવા મળી ચૂકી છે. અગ્નિના હાલમાં જ આવેલા સૌથી મોટા પ્રોજેક્ટ સંજય લીલા ભણસાલીના પ્રોડક્શનની 'દો દીવાને શહેર મેં' અને ફિલ્મ 'લવ લોટરી' રહ્યા છે. આ ફિલ્મોમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.