Entertainment

આદિત્ય ધરની ફિલ્મમાં રણવીર નહિ પણ માધવન અજિત દોવાલના રોલમાં

By GS Team
1 Aug 20241 min read
This article was originally published on 1 Aug 2024
આદિત્ય ધરની ફિલ્મમાં રણવીર નહિ પણ માધવન અજિત દોવાલના રોલમાં

- જાસૂસી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ હશે

- આદિત્ય ધરની જ  ઉરી ફિલ્મમાં દોવાલની ભૂમિકા પરેશ રાવલે ભજવી હતી

મુંબઈ : આદિત્ય ધરની આગામી ફિલ્મમાં અજિત દોવાલની ભૂમિકામાં રણવીર સિંહ નહીં પરંતુ આર. માધવન હશે તેવી માહિતી મળી છે. 

અગાઉ મનાતું હતું કે આ ફિલ્મ અજિત દોવાલે તેમની કેરિયરના શરુઆતના  દિવસોમાં પાકિસ્તાનમાં ગુપ્ત વેશે રહીને કરેલી કામગીરી પર આધારિત છે અને તની ભૂમિકા રણવીર ભજવવાનો છે. 

જોકે, હવે બહાર આવ્યું છે કે  જાસૂસી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મમાં માધવન દોવાલની ભૂમિકામાં હશે. રણવીરની ભૂમિકા વિશે હજુ સ્પષ્ટતા થઈ નથી.

 ફિલ્મમાં સંજય દત્ત તથા અક્ષય ખન્ના સહિતના કલાકારો પણ કામ કરી રહ્યા છે. 

ફિલ્મનું શૂટિંગ ગયા અઠવાડિયે શરુ થઈ ગયું છે.   ફિલ્મનું ટાઈટલ 'ધુરંધર' હશે તેવું અગાઉ જાહેર થયું હતું પરંતુ  ફિલ્મની ટીમના દાવા અનુસાર હજુ ટાઈટલ નક્કી નથી. 

આદિત્ય ધરની ફિલ્મ 'ઉરી ધી સર્જિકલ  સ્ટ્રાઈક'માં પણ પરેશ રાવલે અજિત દોવલનો જ રોલ   કર્યો હતો. જોકે, પરેશ રાવલના પાત્રને ગોવિંદ ભારદ્વાજ નામ અપાયું હતું. હવે નવી ફિલ્મમાં માધવનને અજિત દોવાલનું જ નામ અપાય છે કે નહીં તે જોવાનું રહેશે.