Entertainment

ટ્યુમર સર્જરી બાદ હું ક્યારેય માતા નહીં બની શકુ: એકટ્રેસે કર્યો ખુલાસો

By GS Team
10 Jul 20242 mins read
This article was originally published on 10 Jul 2024
ટ્યુમર સર્જરી બાદ હું ક્યારેય માતા નહીં બની શકુ: એકટ્રેસે કર્યો ખુલાસો

Rakhi Sawant Surgery: રાખી સાવંત અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. રાખી સાવંતનું તાજેતરમાં ટ્યુમરનું ઓપરેશન થયું હતું. હાલમાં જ રાખીએ પોતાની સર્જરી વિશે વાત કરી હતી. રાખી સાવંતે ખુલાસો કર્યો કે તે હવે ક્યારેય માતા નહીં બની શકે. ઈન્ટરવ્યુ દરમિયાન રાખી પણ ઈમોશનલ થઈ ગઈ હતી.

ટ્યુમર સર્જરી બાદ રાખી સાવંત ક્યારેય માતા બની શકશે નહીં

રાખી સાવંતે કહ્યું કે, 'મને કહેવામાં આવ્યું હતું કે હું ક્યારેય માતા નહીં બની શકું', ડૉક્ટર પાસેથી આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું, પરંતુ ડૉક્ટરે મને એમ પણ કહ્યું કે, મારે પરિસ્થિતિ સ્વીકારવી પડશે. 

રાખી સાવંતે કહ્યું કે, હું હંમેશા વિચારતી હતી કે શા માટે મારુ પેટ આટલું બધું ફૂલી રહ્યુ છે. આ તેના ગર્ભાશયમાં ગાંઠને કારણે થયું હતું, જેને સર્જરીમાં દૂર કરવામાં આવ્યું હતું.

મા ન બની શકવાના દર્દ વિશે વાત કરતાં રાખી સાવંતે કહ્યું, 'અંદરથી ઘણું દુઃખ છે પણ આપણે જીવનમાં આ વસ્તુનો સામનો કરવો પડશે. પરંતુ હવે હું સરોગસી વિશે વિચારીશ. હું વિકી ડોનર જેવું કંઈક કરીશ. રાખી સાવંતે સલમાન ખાનના વખાણ કરતા કહ્યું કે, સલમાન ખાન તેના નજીકના લોકોને ક્યારેય ભૂલતો નથી અને તેઓએ હંમેશા મને મદદ કરી છે. જોકે, સલમાન ખાને રાખી સાવંતની સર્જરીનું બિલ પે કર્યું હતુ. 

રાખીના પેટમાં 10 સેમીની ટ્યુમર હતી  

પોતાની ટ્યૂમર વિશે વાત કરતાં રાખી સાવંતે કહ્યું કે, ડૉક્ટરોને લાગ્યુ કે, આ હાર્ટ એટેક છે ,પરંતુ બાદમાં તેમને મારા પેટમાં 10 સેમીની ગાંઠ જોવા મળી હતી. 

45 વર્ષીય એક્ટ્રેસ તેના વિવાદો માટે જ જાણીતી નથી, પરંતુ તે બોલિવૂડના ઘણા આઈટમ સોંગ માટે પણ જાણીતી છે. એકટ્રેસ બિગ બોસ સહિત ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. આ સિવાય એકટ્રેસની લવ લાઈફ વિવાદોમાં રહી છે.