Entertainment

VIDEO: પરશુરામ જયંતિ પર ફિલ્મ 'મહાવતાર પરશુરામ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ

By GS Team
19 Apr 20261 min read
TukuTouch Logo
અશ્વિન કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું પોસ્ટર ખૂબ જ ભવ્ય છે. તેમાં એક તેજસ્વી યોદ્ધાને યુદ્ધના મેદાનમાં હાથમાં લોહીથી લથપથ પરશુ સાથે ઉભેલા બતાવવામાં આવ્યા છે. પોસ્ટર સાથે લખ્યું છે, જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુનો ઉદય થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: પરશુરામ જયંતિ પર ફિલ્મ 'મહાવતાર પરશુરામ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ

Mahavatar Parshuram Movie: પરશુરામ જન્મોત્સવના પાવન અવસર પર, ભારતીય સિનેમામાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે તેમની આગામી એનિમેટેડ ફિલ્મ મહાવતાર પરશુરામનું પહેલું પોસ્ટર અને ટીઝર આઉટ કરી દીધું છે. આ ફિલ્મ મહાવતાર સિનેમેટિક યુનિવર્સનો એક મહત્વનો હિસ્સો છે.

ટીઝરમાં શું છે ખાસ?

અશ્વિન કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું પોસ્ટર ખૂબ જ ભવ્ય છે. તેમાં એક તેજસ્વી યોદ્ધાને યુદ્ધના મેદાનમાં હાથમાં લોહીથી લથપથ પરશુ સાથે ઉભેલા બતાવવામાં આવ્યા છે. પોસ્ટર સાથે લખ્યું છે, જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુનો ઉદય થાય છે.

ક્યારે થશે રિલીઝ?

આ ફિલ્મ ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં 3D ફોર્મેટમાં રિલીઝ થશે. આ અગાઉ 2025માં આવેલી મહાવતાર નરસિંહે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. મહાવતાર નરસિંહની સફળતા બાદ આ યુનિવર્સ પ્રત્યે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે મહાવતાર નરસિંહને 98માં એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર) માટે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં પણ દાવેદાર તરીકે સ્થાન મળ્યું છે. શું તમે આ ભવ્ય પૌરાણિક સફર માટે તૈયાર છો? મહાવતાર પરશુરામ હવે ટૂંક સમયમાં ભારતીય એનિમેશનના સ્તરને વૈશ્વિક સ્તરે લઈ જવા તૈયાર છે.

મહાવતાર યુનિવર્સની તૈયારી

ફિલ્મનું નામસંભવિત રિલીઝ વર્ષ
મહાવતાર નરસિંહ2025 (રિલીઝ થઈ ચૂકી છે)
મહાવતાર પરશુરામડિસેમ્બર 2027
મહાવતાર રઘુનંદન2029
મહાવતાર દ્વાકાધીશ2031
મહાવતાર ગોકુલાનંદ2033
મહાવતાર કલ્કિ (ભાગ 1)2035
મહાવતાર કલ્કિ (ભાગ 2)2037