Entertainment

'હિન્દુ ધર્મ ભૂલી ગયા કે શું?' વંદે માતરમ વિવાદમાં 'શક્તિમાન'એ શર્મિલા ટાગોરને નિશાને લીધા

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
શર્મિલા ટાગોરના 'વંદે માતરમ' અંગેના નિવેદન પર મુકેશ ખન્નાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. શર્મિલાએ કહ્યું હતું કે અન્ય ધર્મના લોકો કદાચ 'વંદે માતરમ' સ્વીકારી ન શકે. મુકેશ ખન્નાએ પ્રશ્ન કર્યો કે, હિન્દુ તરીકે જીવન જીવી લગ્ન માટે 'આયશા બેગમ' બન્યા પછી, આજે તમે આયશા બેગમ બનીને જ વાત કેમ કરો છો? તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં રહેતા દરેકે દેશ અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિન્દુ ધર્મ ભૂલી ગયા કે શું?' વંદે માતરમ વિવાદમાં 'શક્તિમાન'એ શર્મિલા ટાગોરને નિશાને લીધા

Mukesh Khanna Statement on Sharmila tagor : દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ 'વંદે માતરમ' અંગે શર્મિલા ટાગોરે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટાગોરે કહ્યું હતું કે અન્ય ધર્મના લોકો કદાચ 'વંદે માતરમ'ને સ્વીકારી કે સમજી ન શકે. આ નિવેદન સામે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ પૂછ્યું કે બીજા ધર્મો સાથે જોડાયેલી ચિંતાઓ 'વંદે માતરમ' પ્રત્યેના દ્રષ્ટિકોણ પર કેમ અસર કરવી જોઈએ?

પટોડી પરિવારમાં લગ્ન અને બંગાળી સંસ્કૃતિ પર સવાલ

મુકેશ ખન્નાએ શર્મિલા ટાગોરના લગ્ન અને તેમના નામના પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, "તમે આખી જિંદગી હિન્દુ તરીકે જીવ્યા અને લગ્ન માટે 'આયશા બેગમ' બન્યા. પરંતુ આજે તમે આયશા બેગમ બનીને જ વાત કરી રહ્યા છો."

આ ઉપરાંત તેમણે શર્મિલાના બંગાળી મૂળ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ બંગાળમાં ઉછેર પામ્યા છે જ્યાં કાળી પૂજા ઉજવાય છે. બંગાળી સંસ્કૃતિમાં મોટા થયા પછી હવે અચાનક તેમને એવું કેમ લાગે છે કે અન્ય ધર્મના લોકો આને સ્વીકારશે નહીં.

ઈશ્વર અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન

મુકેશ ખન્નાએ ઈશ્વર વિશે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે, પણ ભગવાન નિરાકાર અને એક જ છે. અન્ય ધર્મોની આડઅસર અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, કેટલાક લોકોની આપત્તિ એ છે કે તેઓ માત્ર ખુદા સામે જ ઝૂકે છે અને અન્ય કોઈની સામે નહીં.

તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતમાં રહેતા તમામ લોકોએ દેશ અને તેના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ શારીરિક રીતે નમવા ન માંગતું હોય તો કોઈ તેના પર દબાણ નથી કરતું, પરંતુ 'વંદે માતરમ' ન ગાવું જોઈએ એવું કહેવું સમજણ બહારની વાત છે.