2 કરોડનું બજેટ ને કમાણી રૂ.100 કરોડને પાર! 'હનુમાન અંશ'ના ડાયરેક્ટરે ફી ન લીધી, રાખ્યા આ કઠિન નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hanuman Ansh Box Office: 100 Crore Club On 2 Crore Budget | નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર અસાધારણ કમાણી કરી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે મોટી બજેટની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે અને દર્શકો મોટી સંખ્યામાં સિનેમાઘરો તરફ ખેંચાઈ રહ્યા છે.
માત્ર 2 કરોડનું બજેટ અને 31 દિવસમાં કમાણી 100 કરોડને પાર
'હનુમાન અંશ' ફિલ્મ માત્ર 2 કરોડ રૂપિયાના નાના બજેટમાં બની હતી. રિલીઝના એક મહિનાની અંદર આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જે સિનેમા જગત માટે કોઈ ચમત્કારથી ઓછો નથી. રસપ્રદ બાબત એ છે કે 'ટોક્સિક', 'મિર્ઝાપુર' અને 'બંટવારા 1947' જેવી મોટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મોની સામે પણ 'હનુમાન અંશ' મજબૂતાઈથી ઊભી રહી છે.
બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો
ભારતમાં કુલ ગ્રોસ કલેક્શન: 117.46 કરોડ
ભારતમાં કુલ નેટ કલેક્શન: 99.29 કરોડ
ફિલ્મનું અંદાજિત નિર્માણ બજેટ: 2 કરોડ
ફિલ્મની જોરદાર કમાણી હજુ પણ આગળ વધી રહી છે, જેમાં રવિવારના આખરી આંકડા સાંજ સુધીમાં જાહેર થશે.
પહેલા દિવસે માત્ર 10 લાખનું કલેક્શન
આ ફિલ્મ 7 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની શરૂઆત ઘણી ધીમી રહી હતી અને પહેલા દિવસે ફિલ્મે લગભગ 10 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે, ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે જોરદાર ગતિ પકડી હતી.
ડાયરેક્ટરે ફિલ્મ માટે કોઈ ફી ન લીધી, 5 મહિના માત્ર ફળ ખાધા
ફિલ્મના ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીએ એક પૉડકાસ્ટમાં ફિલ્મ અંગે વાત કરતાં જણાવ્યું કે તેમણે આ ફિલ્મના દિગ્દર્શન માટે કોઈ પણ ફી લીધી નહોતી. તેમણે ડાયરેક્શનની સાથે ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. તેમણે કહ્યું કે, હું આ ફિલ્મનો નિર્માતા અને નિર્દેશક પણ છું, તેથી મેં ફિલ્મ માટે મારી ફી માફ કરી દીધી હતી. સેટ સંપૂર્ણપણે શાકાહારી હતો અને અમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા. ફિલ્મની રિલીઝના લગભગ 4.5 મહિના પહેલા હું માત્ર ફ્રૂટ ડાયટ પર જ હતો.




