'100 પુરુષો સામે ઓછા કપડામાં શૂટિંગ કરવું પડ્યું': દીયા મિર્ઝાએ શેર કર્યો 22 વર્ષ જૂનો દર્દનાક અનુભવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dia Mirza Recalls Difficult Shoot Experience: બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝા પોતાના બેબાક અંદાજ અને અભિનય માટે જાણીતી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીયાએ પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કા અને ફિલ્મો દરમિયાન આવેલા પડકારો વિશે ખુલીને વાત કરી છે. દીયાએ વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'તુમસા નહીં દેખા'ના સુપરહિટ ગીત 'મુઝે તુમસે મોહબ્બત હૈ'ના શૂટિંગ દરમિયાન થયેલા મુશ્કેલ અનુભવને શેર કર્યો હતો.
સેંકડો પુરુષો સામે શૂટ કરવું સરળ નહોતું: દીયા મિર્ઝા
એક વાતચીતમાં દીયા મિર્ઝાએ જણાવ્યું હતું કે,
"ગીતના શૂટિંગ દરમિયાન મારે સેટ પર હાજર સેંકડો પુરુષો સામે ખૂબ જ ઓછા કપડાં (અંડરગારમેન્ટ્સ અને બ્રા)માં પર્ફોર્મ કરવાનું હતું. એક યુવતી તરીકે આ મારા માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ બાબતો પૈકીની એક હતી. શરૂઆતમાં આ સ્થિતિનો સામનો કરવો બિલકુલ સરળ નહોતો."
દીયાએ આગળ ઉમેર્યું કે, "કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ અને સમગ્ર ટીમે મને ખૂબ સુરક્ષિત અનુભવ કરાવ્યો હતો, જેના કારણે હું આત્મવિશ્વાસ સાથે શૂટ કરી શકી. આ ગીતે મને એવી રીતે આઝાદ કરી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું હૈદરાબાદના એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું અને શરૂઆતમાં હું મારા શરીરને લઈને બહુ કોન્ફિડન્ટ નહોતી, પરંતુ આ ફિલ્મે અને ખાસ કરીને આ ગીતે મને મારા શરીર પ્રત્યે સંપૂર્ણ બોડી કોન્ફિડન્સ આપ્યો."
રૂમમાં 500 લોકો હોય કે 1,000, ફરક નથી પડતો
દીયાએ પોતાની એક્ટિંગ સફર વિશે વાત કરતાં કહ્યું કે,
"તે સમય સુધીમાં હું સમજી ચૂકી હતી કે એક કલાકાર તરીકે પોતાના પાત્રની સચ્ચાઈ અને તેની લાગણીઓને સમજવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. ત્યારબાદ રૂમમાં 500 લોકો હોય કે 1,000 લોકો, તેનાથી કોઈ ફરક પડતો નહોતો. છેલ્લા 25 વર્ષોમાં જે પરિસ્થિતિઓનો મેં સામનો કર્યો છે તેનાથી જ હું આજે એક પરિપક્વ કલાકાર બની શકી છું અને હું આગળ પણ શીખતી રહીશ."
'તુમસા નહીં દેખા' ફિલ્મ વિશે
- રિલીઝ અને સ્ટોરી: વર્ષ 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મ હોલિવૂડ ક્લાસિક 'પ્રિટી વુમન’ પરથી પ્રેરિત હતી, જેનું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું હતું.
- કિરદાર: ફિલ્મમાં દીયા મિર્ઝાએ એક બાર ડાન્સરનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ઈમરાન હાશ્મી એક અમીર યુવકના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં હતા.
વેબ સીરિઝમાં જોવા મળી દીયા મિર્ઝા
દીયા મિર્ઝા તાજેતરમાં જ નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સીરિઝ 'ઓપરેશન સફેદ સાગર'માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના હવાઈ મિશન પર આધારિત આ સીરિઝમાં જિમી શેરગિલ, સિદ્ધાર્થ, વિનય પાઠક, મનુ ઋષિ ચડ્ઢા, અભય વર્મા અને બરુણ સોબતી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.




