Entertainment

સંજય દત્તથી લઈને કિશોર કુમાર સુધી, મનોરંજન જગતના આ સ્ટાર્સે કર્યા છે 3-3 લગ્ન

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. રીના દત્તા અને કિરણ રાવ બાદ આમિરના આ લગ્ન ચર્ચામાં છે. માત્ર આમિર જ નહીં, સંજય દત્ત, કિશોર કુમાર (4 લગ્ન), સાઉથના પવન કલ્યાણ, અભિનેત્રી લક્ષ્મી અને નીલિમા અઝીમ જેવા ઘણા કલાકારોએ 3 કે તેથી વધુ લગ્ન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજય દત્તથી લઈને કિશોર કુમાર સુધી, મનોરંજન જગતના આ સ્ટાર્સે કર્યા છે 3-3 લગ્ન

Three Marraiges in Bollywood: બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને રવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરીને નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. રીના દત્તા અને કિરણ રાવ બાદ આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. આમિરે વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે બાળકો જુનૈદ અને આયરા છે. ત્યારબાદ વર્ષ 2005માં તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને સરોગેસી દ્વારા પુત્ર આઝાદનો જન્મ થયો હતો. વર્ષ 2021માં કિરણથી અલગ થયા બાદ હવે આમિર ખાન પોતાના ત્રીજા લગ્નને લઈને ભારે ચર્ચામાં છે.

જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર આમિર ખાન જ એવો અભિનેતા નથી જેણે ત્રણ લગ્ન કર્યા હોય. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધીના એવા ઘણા લોકપ્રિય કલાકારો છે, જેમણે પોતાની જિંદગીમાં 3 કે તેથી વધુ વખત સાત ફેરા લીધા છે. આવો જાણીએ આવા જ 5 જાણીતા કલાકારો વિશે:

sanjay.jpeg

સંજય દત્ત

બોલિવૂડના 'બાબા' એટલે કે સંજય દત્ત પણ પોતાની અંગત જિંદગીમાં ત્રણ વખત લગ્નગ્રંથિથી જોડાયા છે.

પ્રથમ લગ્ન: વર્ષ 1987માં અભિનેત્રી રિચા શર્મા સાથે કર્યા હતા, જેનાથી તેને દીકરી ત્રિશલા દત્ત છે.

બીજા લગ્ન: રિચાના અવસાન બાદ સંજય દત્તે વર્ષ 1998માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2008માં તેમના સત્તાવાર છૂટાછેડા થયા.

ત્રીજા લગ્ન: વર્ષ 2008માં જ સંજય દત્તે માન્યતા દત્ત સાથે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. વર્ષ 2010માં તેઓ જોડિયા બાળકો એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બન્યા અને આજે બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

kishore.jpg

કિશોર કુમાર

હિન્દી સિનેમાના સદાબહાર ગાયક અને અભિનેતા કિશોર કુમારે પોતાના જીવનમાં ચાર લગ્ન કર્યા હતા.

પ્રથમ લગ્ન: વર્ષ 1950માં રૂમા ગુહા ઠાકુરતા સાથે થયા હતા, જેનાથી તેમને પુત્ર અમિત કુમાર છે. વર્ષ 1958માં બંને અલગ થયા.

બીજા લગ્ન: વર્ષ 1960માં તેમણે દિગ્ગજ અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યા. મધુબાલા જન્મજાત હૃદયરોગથી પીડાતા હોવાથી વર્ષ 1969માં તેમનું નિધન થયું હતું.

ત્રીજા લગ્ન: વર્ષ 1976માં તેમણે યોગિતા બાલી સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ માત્ર બે વર્ષ જ ચાલ્યો અને 1978માં છૂટાછેડા થઈ ગયા.

ચોથા લગ્ન: વર્ષ 1980માં તેમણે અભિનેત્રી લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા અને વર્ષ 1987માં પોતાના અવસાન સુધી તેઓ લીના સાથે જ રહ્યા.

pawan kalyan.jpeg

પવન કલ્યાણ

સાઉથ સિનેમાના પાવર સ્ટાર અને જાણીતા રાજનેતા પવન કલ્યાણ પણ ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે.

પ્રથમ લગ્ન: વર્ષ 1997માં તેમણે નંદિની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2008માં તેઓ કાયદેસર રીતે અલગ થઈ ગયા.

બીજા લગ્ન: વર્ષ 2009માં તેમણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને બે બાળકો છે. આ સંબંધ પણ લાંબો ન ચાલ્યો અને વર્ષ 2012માં બંનેના છૂટાછેડા થયા.

ત્રીજા લગ્ન: વર્ષ 2013માં પવન કલ્યાણે રશિયન અભિનેત્રી એન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા, જેનાથી પણ તેમને બે બાળકો છે.

laxmi.jpg

અભિનેત્રી લક્ષ્મી

તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોના જાણીતા સીનિયર અભિનેત્રી લક્ષ્મીએ પણ પોતાની જિંદગીમાં ત્રણ લગ્ન કર્યા છે.

પ્રથમ લગ્ન: તેમના પ્રથમ લગ્ન ભાસ્કર સાથે થયા હતા, જેનાથી તેમને એક પુત્રી ઐશ્વર્યા ભાસ્કર છે (જે પોતે પણ એક અભિનેત્રી છે). બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા.

બીજા લગ્ન: વર્ષ 1975માં તેમણે મલયાલમ અભિનેતા મોહન શર્મા સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ 1980માં તેઓ અલગ થઈ ગયા.

ત્રીજા લગ્ન: વર્ષ 1987માં લક્ષ્મીએ અભિનેતા અને દિગ્દર્શક શિવચંદ્રન સાથે લગ્ન કર્યા અને ત્યારથી બંને સાથે છે.

neelima.jpg

નીલિમા અઝીમ

બોલિવૂડના લોકપ્રિય કલાકારો શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરના માતા અને અભિનેત્રી નીલિમા અઝીમે પણ ત્રણ વખત લગ્ન કર્યા છે.

પ્રથમ લગ્ન: વર્ષ 1975માં તેમણે દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા, જેનાથી અભિનેતા શાહિદ કપૂરનો જન્મ થયો. વર્ષ 1984માં બંનેના છૂટાછેડા થયા.

બીજા લગ્ન: વર્ષ 1990માં નીલિમાએ અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા, જેનાથી અભિનેતા ઈશાન ખટ્ટરનો જન્મ થયો. વર્ષ 2001માં આ જોડી અલગ થઈ ગઈ.

ત્રીજા લગ્ન: વર્ષ 2004માં નીલિમા અઝીમે રઝા અલી ખાન સાથે ત્રીજી વખત ઘર વસાવ્યું, પરંતુ કમનસીબે આ લગ્નજીવનનો અંત પણ છૂટાછેડા સાથે આવ્યો.