રાજપાલ યાદવનો ચેક બાઉન્સ થતાં પ્રિયંકા ચોપડાના ભૂતપૂર્વ મેનેજર જાજુએ નોટીસ આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજપાલે આપેલો પાંચ લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો
મધ્ય પ્રદેશના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે ત્રણે આરોપીઓને 11 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યા
મુંબઈ : અગાઉ દિલ્હીની કોર્ટમાં નાણાંકીય મામલે સલવાયેલાં રાજપાલ યાદવને ફરી કોર્ટનું તેડું આવ્યું છે. આ વખતે મધ્યપ્રદેશના આંબેડકર નગર જિલ્લાના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફરહાન એમ કુરેશીએ ચેક બાઉન્સના મામલે રાજપાલ યાદવ અને અન્ય ત્રણ આરોપીઓને અગિયાર સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા છે.
પ્રિયંકા ચોપડાના ભૂતપૂર્વ મેનેજર પ્રકાશ જાજુએ જણાવ્યું હતું કે તેમણે એક્ટર રાજપાલ યાદવ, ભૈયાજી સુપરહીટના નિર્માતા મહેન્દ્ર ધારીવાલ અને ધાકડ ફિલ્મના નિર્માતા સોહેલ મકલાઇ સામે કેસ નોંધાવ્યો છે. જેના પગલે અદાલતે ત્રણે જણાંને સમન્સ પાઠવ્યા છે. મેં તેમને લોન આપી હતી અને તેની સિક્યુરિટી તરીકે ચેક લીધા હતા. જ્યારે તેઓ નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયા ત્યારે મેં ચેક જમા કરાવ્યા હતા. પણ આ ચેક બાઉન્સ થયા હતા.
મારા રાજપાલ યાદવ પાસે ૨૫ લાખ, મહેન્દ્ર ધારીવાલ પાસે ૫૦ લાખ અને સોહેલ મકલાઇ પાસે ૪૦ લાખ રૂપિયા લેણાં નીકળે છે.
પ્રકાશ જાજુએ લેણાં વસૂલ કરવા કાનુની પગલાં લીધાં તેના પરથી શીખ લઇ ફિલ્મ ડ્રિસ્ટ્રિબ્યુટર્સ પણ તેમની લેણી રકમો વસૂલ કરવા કાનુની પગલાં લેવાનું વિચારી રહ્યા છે.









