Get The App

‘અત્યાર સુધીનું અમારું સૌથી ઉત્તમ સર્જન...’, ત્રણેય બાળકોના 16મા જન્મદિવસે ફરાહ ખાનની સ્પેશિયલ પોસ્ટ

ફરાહના ત્રણ બાળકો દિવા, આન્યા અને જારનો આજે 16મો જન્મ દિવસ

ફરાહ ખાને ફિલ્મ નિર્માતા શિરીષ કુંદર સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા

Updated: Feb 11th, 2024

GS TEAM

Google News
Google News
‘અત્યાર સુધીનું અમારું સૌથી ઉત્તમ સર્જન...’, ત્રણેય બાળકોના 16મા જન્મદિવસે ફરાહ ખાનની સ્પેશિયલ પોસ્ટ 1 - image
Image Social Media


Farah Khan Kids Birthday: ફરાહ ખાન બોલીવુડની મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર છે. તે માત્ર સારી કોરિયોગ્રાફર જ નહીં પરંતુ એક સારી પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે. અત્યાર સુધીમાં તેમણે કેટલીયે સારી ફિલ્મો બનાવી છે. આ સિવાય ફરાહ એક સારી માતા પણ છે. ફરાહ દિવા, આન્યા અને જાર આ ત્રણ બાળકોની માતા છે. આજે ફરાહના ત્રણેય બાળકોનો 16મો જન્મ દિવસ હતો. તેના ત્રણ બાળકોને 16 વર્ષ પુરા થવા પર ફરાહે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી. 

બાળકોના 16માં બર્થડે પર ફરાહએ શેર કરી સ્પેશિયલ પોસ્ટ

ફરાહ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેના ત્રણ બાળકોના બાળપણથી લઈને અત્યાર સુધી દરેક મોમેન્ટસની ઝલક બતાવી છે. આ વીડિયોની સાથે ફરાહએ કેપ્શનમાં લખ્યું છે કે-" Happy 16th birthday to the best things we ever produced!"

ફરાહે એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો

ફરાહ ખાને ફિલ્મ નિર્માતા શિરીષ કુંદર સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી એટલે કે 2008માં ફરાહે આઈવીએફ દ્વારા ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાથી ફરાહને બે દિકરીઓ અને એર દિકરો છે. ફરાહ અવારનવાર તેના બાળકો પર પ્રેમ વરસાવી જોવા મળે છે. 

Tags :