Get The App

માધુરી દીક્ષિતનો એક એવોર્ડ નાઇટનો ડીપફેક વીડિયો વાયરલ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
માધુરી દીક્ષિતનો એક એવોર્ડ નાઇટનો ડીપફેક વીડિયો વાયરલ 1 - image

- એઆઇ જનરેટેડ વીડિયોમાં માધુરીને વધુ પડતા ઉત્તેજક ગાઉનમાં દર્શાવામાં આવી

મુંબઇ : ૫૯ વરસની માધુરી દીક્ષિતનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે. 

એક એવોર્ડ નાઇટના આ વીડિયોમાં  ૫૯ વરસની માધુરીને એઆઇથી જનરેટ કરીને વધુ પડતા ઉત્તેજક  ગાઉનમાં દર્શાવામાં આવી છે. 

જોકે પછીથી આ વીડિયો પર સ્પષ્ટતા આવી હતી કે માધુરી દીક્ષિતનો આ વીડિયો એઆઇ-જનરેટેડ છે. ઉલ્લેખનીય છે કે, આ જ ગાઉનમાં માધુરીએ ૧૦ માર્ચના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણ ીતસવીરો શેર કરી હતી  જેમાં ડીપનેક જોવા મળતું નથી. તેથી સ્પષ્ટ થયા છે કે માધુરીના આ લુક સાથે છેડછાડ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, માધુરી પહેલા રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, કીર્તિ સુરેશ, શાહરૂખ ખાન, સલમાન ખાન તેમજ અન્ય સેલિબ્રીટઓ ડીપફેકના શિકાર બન્યા છે.