Fact Check: 72 વર્ષીય જેકી ચેનના મોતના સમાચાર તદ્દન ખોટા, અમેરિકાથી ઉડાડવામાં આવી હતી અફવા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jackie Chan Death Hoax: દિગ્ગજ એક્ટર, માર્શલ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર જેકી ચેનના મોતના ખોટા સમાચારે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા 24 કલાકમાં કેટલીક એવી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે 72 વર્ષના જેકી ચેનનું નિધન થઈ ગયું છે. જોકે, આ દાવા તદ્દન છે. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક યુઝર્સે એક્ટરના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સાથે '1954-2026' પણ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ દુનિયાભરમાં તેમના ફેન્સની ચિંતા વધી ગઈ.
જેકી ચેન જીવંત છે, મોતની વાઈરલ થઈ અફવાઓ
જેકી ચેન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. તેમની ગ્લોબલ પોપ્યુલરિટીના કારણે તેમના મોતના ખોટા સમાચારે જોતજોતામાં સોશિયલ મીડિયા પર જોર પકડી લીધું. ખાસ કરીને અમેરિકામાં આવી પોસ્ટ્સ ઝડપથી શેર કરવામાં આવી. આ પોસ્ટ્સને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા. જ્યારે જેકી ચેન આ જ વર્ષે જુલાઈ 2026માં સિંગાપુરના 'Pei Chun Public School'માં એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને કુશળ-મંગળ છે.
સોશિયલ મીડિયા પર કેવી રીતે ફેલાઈ જેકી ચેનના નિધનની અફવા
સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ થવા લાગી. ખાસ કરીને અમેરિકામાં આ પોસ્ટ્સે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું. વાઈરલ તસવીરમાં જેકી ચેનનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો બતાવવામાં આવ્યો, જેના પર '1954-2026' પણ લખેલું હતું. પોસ્ટ્સ ઝડપથી વાઈરલ થવાના કારણે લોકોને લાગ્યું કે એક્ટરનું ખરેખર નિધન થઈ ગયું છે. અબ્દુલ નામના યુઝરે શેર કરેલી એક પોસ્ટને માત્ર પાંચ કલાકમાં 3.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવી. જોકે, રિપોર્ટ્સ અને ફેક્ટ-ચેકનું માનીએ તો જેકી ચેનના નિધનના સમાચાર માત્ર અફવા છે અને જેકી ચેન પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
જુલાઈમાં 900 બાળકોને મળ્યા હતા જેકી ચેન
જેકી ચેનની છેલ્લી રિપોર્ટેડ પબ્લિક એપીયરેન્સ 7 જુલાઈ 2026ના રોજ સિંગાપુરમાં થઈ હતી. તેઓ 'Lim Family Foundation' તરફથી આયોજિત એક સરપ્રાઈઝ વિઝિટ માટે 'Pei Chun Public School' પહોંચ્યા હતા. આ દરમિયાન સ્કૂલમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને 900થી વધુ સ્ટુડન્ટ્સે તેમની મુલાકાત લીધી હતી. જેકી ચેને આ દરમિયાન સ્ટુડન્ટ્સ સાથે વાતો કરી, તેમનું પરફોર્મન્સ જોયું અને પોતે પણ સ્ટેજ પર પહોંચ્યા. તેમણે પોતાના બાળપણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવેલી લાંબી સફર વિશે પણ વાત કરી. રિપોર્ટ પ્રમાણે જેકી ચેને જણાવ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે મારી સૌથી મોટી આશા માત્ર સાદું ભોજન મેળવવાની અને ટીચરના મારથી બચવાની હતી.
જેકી ચેને સ્ટુડન્ટ્સને આપ્યો આ મેસેજ
ઈવેન્ટ દરમિયાન જેકી ચેને સ્ટુડન્ટ્સને સપના જોવાની અને મહેનત કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, 'આજે તમને લોકોને જોઈને મને મારા બાળપણ અને સાધારણ શરૂઆતની યાદ આવી ગઈ. મને કોઈ આશા નહોતી. મારી એકમાત્ર આશા સાદા ભાતનો વાટકો અને ટીચરથી માર ન ખાવાની હતી.' ત્યારબાદ તેમણે સ્ટુડન્ટ્સને કહ્યું, 'કૃપા કરીને સખત મહેનત કરો. હોઈ શકે કે સપના સાચા ન થાય, પરંતુ સપના વગર તમે નિશ્ચિતપણે સફળ નહીં થાઓ.' જેકી ચેને બાળકોને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહેવા માટે પણ પ્રેરિત કર્યા.
સ્કૂલમાં જેકી ચેને ગાયું પોતાનું ગીત
આ વિઝિટની સૌથી ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે જેકી ચેને અચાનક પોતાનું ગીત 'Hard to Say Goodbye' ગાવાનું શરૂ કરી દીધું. તેમણે સ્ટુડન્ટ્સ સામે ગીત ગાયું અને આ દરમિયાન માહોલ ખૂબ જ ખાસ બની ગયો. રિપોર્ટ પ્રમાણે તેમણે સ્કૂલમાં કેટલાક ગીતો ગાવાની સાથે ડ્રમ પણ વગાડ્યું અને સ્ટુડન્ટ્સના વુશુ પરફોર્મન્સને પણ જોયું. આ આખી પબ્લિક એપીયરેન્સના થોડા જ મહિનાઓ પછી સોશિયલ મીડિયા પર જેકી ચેનના નિધનના સમાચાર વાઈરલ થવા લાગ્યા. જોકે, વાયરલ પોસ્ટ્સમાં કરવામાં આવેલા દાવાનો કોઈ આધાર નથી મળ્યો અને તાજા રિપોર્ટ્સ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે આ એક અફવા છે.
જેકી ચેનની અંગત જિંદગી
જેકી ચેન, જેમનું અસલી નામ ફેંગ શિલોંગ છે. તેઓ દુનિયાભરમાં મશહૂર છે અને તેમની લોકપ્રિયતા કોઈ એક દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી સીમિત નથી. 2026માં 400 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ વાળા જેકી ચેન મુખ્યત્વે હોંગકોંગમાં રહે છે, જ્યાં તેમણે કોવલૂન ટોંગ વિસ્તારમાં એક ફેક્ટરી વેરહાઉસને ઘરમાં ફેરવી નાખ્યું છે, જેમાં છુપાયેલા રૂમ અને ગુપ્ત દરવાજા હોવાનું કહેવાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ તાજેતરમાં 'Karate Kid: Legends'માં જોવા મળ્યા હતા, જ્યારે તેમની આગામી ફિલ્મ 'Armour of God: Ultimatum' પર કામ ચાલી રહ્યું છે, જેને 2027માં રિલીઝ કરવાની યોજના છે.




