ઈશા દેઓલે ભૂતપૂર્વ પતિ સાથે દિવાળીની ઉજવણી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ અને તેના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની તાજેતરમાં દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૦૪માં બાર વર્ષના લગ્નજીવન પછી બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા, તેમ છતાં બંને વચ્ચે સારા સંબંધો જળવાયેલા છે. તેઓ અવારનવાર મિત્રો સાથે લંચ કે જાહેર પ્રસંગોએ એકસાથે જોવા મળે છે.
દિવાળી ઉત્સવ નિમિત્તે ઈશા પોસ્ટલ-ગુલાબી સાડીમાં અને ભરત ક્રીમ રંગના બંધ ગળાના સૂટમાં સજ્જ થઈને આવ્યા હતા. તેમણે ખુશમિજાજ સાથે પાપારાઝી સમક્ષ પોઝ આપ્યા હતા.
અગાઉ પણ સ્મૃતિ ખન્ના સહિતના મિત્રો સાથેની સન્ડે લંચ પાર્ટીમાં બંને સાથે દેખાયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.
ઈશા અને ભરતને રાધ્યા તેમજ મિરાયા નામની બે પુત્રીઓ છે. ઈશાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સંબંધોમાં બદલાવ છતાં બાળકોના ઉછેર પર કોઈ અસર ન પડે તે તેમની પ્રાથમિકતા છે.
તેમના મતે માતા-પિતાએ બાળકો માટે હંમેશા એક અખંડિત યુનિટ તરીકે સાથે રહેવું જોઈએ અને પ્રયાસો ક્યારેય ન છોડવા જોઈએ.




