Entertainment

ન્યૂયોર્ક ટાઇમ્સના 67 સૌથી સ્ટાઈલિશ લોકોમાં શાહરૂખ ખાન સામેલ, યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
'કિંગ ઓફ રોમાન્સ' તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન 60 વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. આ જ જાદુના કારણે હવે શાહરૂખ ખાનનું નામ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી સ્ટાઈલિશ લોકોની યાદીમાં સામેલ થયું છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર શાહરૂખ એકમાત્ર ભારતીય સ્ટાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્ક ટાઇમ્સના 67 સૌથી સ્ટાઈલિશ લોકોમાં શાહરૂખ ખાન સામેલ, યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર

New York Times Most Stylish People :  'કિંગ ઓફ રોમાન્સ' તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન 60 વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. આ જ જાદુના કારણે હવે શાહરૂખ ખાનનું નામ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી સ્ટાઈલિશ લોકોની યાદીમાં સામેલ થયું છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર શાહરૂખ એકમાત્ર ભારતીય સ્ટાર છે.

મેટ ગાલાનો લુક બન્યો પસંદગીનું કારણ

આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં શાહરૂખ ખાનનો શાનદાર લુક અને સ્ટાઈલ જોવા મળી હતી, જેના કારણે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેને સ્થાન મળ્યું છે. મેટ ગાલામાં શાહરૂખે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો હતો, જેને જાણીતા સેલિબ્રિટી ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરાયો હતો. આ દરમિયાન શાહરૂખે ગળામાં સુપર્બ લુક ધરાવતા K અક્ષરવાળું ક્રિસ્ટલ લોકેટ પહેર્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. K લોકેટે તેમના આખા લુકને રોયલ ટચ આપ્યો હતો. 

આ પણ વાંચો : ફિલ્મ ‘ધુરંધર’ વિવાદમાં !

યાદીમાં શાહરૂખને મળ્યું વિશેષ સન્માન

ન્યૂયોર્ક ટાઈમ્સની 2025ની યાદીમાં શાહરૂખ ખાનના નામ સાથે એક ખાસ નોંધ પણ લખવામાં આવી છે. આ નોંધમાં લખાયું છે કે, ‘પોતાના ચાહકો વચ્ચે એસઆરકેના નામથી ઓળખાતા, બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અને દુનિયાના સૌથી મોટા એક્ટર્સમાંથી એક...’

યાદીમાં એક માત્ર ભારતીયનું નામ

યાદીમાં મનોરંજન ઉપરાંત રમતગમત, રાજકારણ અને બિઝનેસ સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોનો સમાવેશ થાય છે. અન્ય આંતરરાષ્ટ્રીય નામોમાં બરીના કારપેટર, જેનિફર લોરેન્સ, મેલાનિયા ટ્રમ્પ અને અન્ય સ્ટાર્સનો સમાવેશ થાય છે. જોકે આખી યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર શાહરુખ નામનું નામ સામેલ છે.

આ પણ વાંચો : અક્ષય ખન્નાને ઓસ્કાર આપવાની ડિમાન્ડ !