Get The App

ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે 1 - image

- અગાઉ રાઝ સહિતની હોરર ફિલ્મો કરી ચૂક્યો છે 

- બ્રિથ ફ્રેન્ચાઇઝના મયંક શર્મા ઈમરાનની આ ફિલ્મનું દિગ્દર્શન કરશે

મુંબઈ : 'રાઝઃ ધ મિસ્ટરી કન્ટીન્યુઝ' અને 'એક થી ડાયન' જેવી સફળ હોરર ફિલ્મોમાં કામ કરી પ્રસિદ્ધ થયેલાં ઇમરાન હાશ્મીએ ફરી એકવાર હોરર ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિથ ફ્રેન્ચાઇઝી દ્વારા જાણીતાં થયેલાં મયંક શર્મા આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. આ ફિલ્મની પટકથા મયંક શર્મા અને વિશાલ કપૂરે લખી છે. 

આ ફિલ્મના પોસ્ટરને જારી કરવામાં આવ્યું તે નિમિત્તે ઇમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે આ હોરર ફિલ્મમાં હોરર, મ્યુઝિક અને ઇમોશન્સનો અનેરો સંગમ થશે. જેને કારણે આ ફિલ્મ અલગ પ્રકારની બની રહેશે. 

મોટા પડદાં પર હોરર ફિલ્મ જોવાનો અનુભવ અલગ જ હોય છે. 

 આ ફિલ્મ ઇન્ટરનેશનલ કલાકાર અને કસબીઓ સાથે મળીને બનાવવામાં આવી રહી છે. જેમાં તેની વિશાળતા અને દ્શ્યાત્મકતા પર ભાર મુકવામાં આવશે. 

મયંક શર્માએ જણાવ્યું હતું કે રૂહ ફિલ્મ  ડર ઉપરાંત તેના ભયંકર માહોલ માટે પણ યાદગાર બની રહેશે.