Entertainment

જાહ્નવી અને શ્રીલીલા માટે એકતા કપૂર દ્વારા હિરોની શોધ

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: એકતા કપૂર જાહ્નવી કપૂર અને શ્રીલીલાને લઈને એક પ્રણયત્રિકોણ આધારિત રોમેન્ટિક થ્રિલર બનાવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઉમેશ બિશ્ત કરશે. ઓક્ટોબરથી શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે, પરંતુ હજુ સુધી હીરો મળ્યો નથી. બે હિરોઈન એક જ હીરો માટે પાગલ હોય તેવી વાર્તા ધરાવતી આ ફિલ્મનું ટાઈટલ પણ નક્કી થયું નથી. એકતા અને ગુનીત મોંગા અનેક વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાહ્નવી અને શ્રીલીલા માટે એકતા કપૂર દ્વારા હિરોની શોધ
  • ઓક્ટોબરથી શૂટિંગ શરુ કરવાનો પ્લાન
  • પ્રણયત્રિકોણ આધારિત રોમાન્ટિક થ્રીલરનું ટાઈટલ પણ હજુ નક્કી થયું નથી

મુંબઈ : એકતા કપૂર જાહ્નવી કપૂર તથા શ્રીલીલાને લઈને એક રોમાન્ટિક થ્રીલર બનાવી રહી છે. પરંતુ, તેને આ બે હિરોઈન સામેનો હિરો હજુ મળ્યો નથી.
બે યુવતીઓ એક જ હિરો માટે પાગલ હોય છે તેવી સ્ટોરી ધરાવતી ફિલ્મ માટે એકતા જાહ્નવી તથા શ્રીલીલા બંને સાથે જોડી જમાવી શકે તેવા સારા એક્ટરની શોધમાં છે. તે અને સહ નિર્માત્રી ગુનીત મોંગા અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. એકતા આ ફિલ્મનું આગામી ઓક્ટોબરથી શૂટિંગ શરુ કરી દેવા ધારે છે. પરંતુ, હિરોની શોધમાં વિલંબ થઈ રહ્યો છે. હજુ સુધી એકતા ફિલ્મનું ટાઈટલ પણ ફાઈનલ કરી શકી નથી.
આ ફિલ્મનું દિગ્દર્શન 'પગલૈટ' તથા ' ધી ટ્રાયલ સીઝન ટૂ'ના ડિરેક્ટર ઉમેશ બિશ્ત કરવાના છે.