Entertainment

એન્ટરટેઇનમેન્ટ જગતમાં ભૂકંપ! વોલ્ટ ડિઝનીની હજારો નોકરીઓ જોખમમાં, 20 ટકા ખર્ચ કાપવા આદેશ

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
વૉલ્ટ ડિઝની હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. વૈશ્વિક મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની ખર્ચમાં મોટો કાપ મૂકવા માટે આ પગલું ભરી રહી છે. રિપોર્ટ મુજબ, ડિઝની પોતાના થીમ પાર્ક્સ, ટીવી ચેનલો અને ફિલ્મ સ્ટુડિયો સહિત વિવિધ વિભાગોમાં કર્મચારીઓની છટણી કરશે. કંપની વાર્ષિક ખર્ચમાં 20% સુધીની બચત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ બચત કરેલા ભંડોળનું રોકાણ ફિલ્મ, ટીવી પ્રોગ્રામિંગ અને ટેકનોલોજી ડેવલપમેન્ટમાં કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ટરટેઇનમેન્ટ જગતમાં ભૂકંપ! વોલ્ટ ડિઝનીની હજારો નોકરીઓ જોખમમાં, 20 ટકા ખર્ચ કાપવા આદેશ

Walt Disney Plans Massive Layoffs: ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોલ્ટ ડિઝની પોતાના ખર્ચમાં મોટો કાપ મૂકવા માટે હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, કંપનીએ પોતાના કેટલાક વિભાગોના મેનેજરોને વાર્ષિક ખર્ચમાં 20% સુધીની બચત કરવાનું લક્ષ્યાંક આપ્યું છે. આ સૂચિત બચત કર્મચારીઓની નોકરીઓ સમાપ્ત કરીને તેમજ અન્ય વહીવટી ખર્ચાઓમાં ઘટાડો કરીને પ્રાપ્ત કરવામાં આવશે.

આ છટણીની અસર ડિઝનીના વિવિધ કારોબારો પર અલગ-અલગ રીતે જોવા મળશે, જેમાં કંપનીના પ્રખ્યાત થીમ પાર્ક્સ, ટેલિવિઝન ચેનલો અને ફિલ્મ સ્ટુડિયો સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે.

બચત કરેલા નાણાંનું અન્ય ક્ષેત્રોમાં કરાશે રોકાણ

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોશ ડી'અમારો આ ખર્ચ કાપમાંથી બચેલા ભંડોળનો એક મોટો હિસ્સો કંપનીના મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં ફરીથી રોકાણ કરવાની યોજના ધરાવે છે:

  • આ બચતને ફિલ્મ અને ટેલિવિઝન પ્રોગ્રામિંગમાં રોકવામાં આવશે.
  • આધુનિક ટેકનોલોજી ડેવલપમેન્ટમાં નાણાં ફાળવવામાં આવશે.
  • કંપની પોતાના થીમ પાર્ક્સ અને ક્રૂઝ શિપ બિઝનેસના વિસ્તરણ માટે પણ આ ભંડોળનો ઉપયોગ કરશે.

નોંધનીય છે કે ડિઝનીએ ચાલુ નાણાકીય વર્ષમાં એડજસ્ટેડ અર્નિંગ્સ પર શેરમાં ડબલ ડિજિટ વૃદ્ધિ હાંસલ કરવાનું વચન આપ્યું છે. જોકે, કંપનીના સત્તાવાર પ્રતિનિધિએ આ સૂચિત છટણી અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ડિઝની અગાઉ પણ હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂકી છે

ડિઝની છેલ્લા કેટલાક વર્ષોથી સતત કોસ્ટ-કટિંગના આકરા પગલાં લઈ રહી છે, જેના હેઠળ કંપનીએ અબજો ડોલરનો ખર્ચ ઘટાડી હજારો પદો રદ કર્યા છે:

● અગાઉના છટણીના દોરમાં ABC, પિક્સાર, ESPN, ફિલ્મ સ્ટુડિયો અને એક્સપિરિયન્સ યુનિટ સહિતના મહત્ત્વના વિભાગો પ્રભાવિત થયા હતા.

● અહેવાલ મુજબ, ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં વિશ્વભરમાં ડિઝની પાસે આશરે 2,31,000 કર્મચારીઓ કાર્યરત હતા.

● આ અગાઉ 1 ઓક્ટોબરે પ્રકાશિત થયેલાં એક અહેવાલ મુજબ કંપની તેના ટેલિવિઝન ડિવિઝનના પુનર્ગઠન સાથે લીગલ અને ગ્લોબલ અફેર્સ યુનિટમાં પણ કાપ મૂકવાની તૈયારી કરી રહી છે.

સમગ્ર મનોરંજન જગત પર દબાણ: નેટફ્લિક્સ, સોની અને પેરામાઉન્ટમાં પણ છટણી

માત્ર ડિઝની જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી હાલ ભારે આર્થિક પડકારોનો સામનો કરી રહી છે:

● પરંપરાગત ટીવી ચેનલોની આવકમાં સતત ઘટાડો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર સબસ્ક્રાઇબર્સની ધીમી વૃદ્ધિને પગલે નેટફ્લિક્સ, સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ, પેરામાઉન્ટ અને વોર્નર બ્રધર્સ જેવી મોટી કંપનીઓએ પણ નોકરીઓમાં કાપ મૂક્યો છે.

● મનોરંજન ક્ષેત્રની આ કંપનીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓનલાઇન વિડિયો સર્વિસિસ તેમજ એમેઝોન અને એપલ જેવી ટેક જાયન્ટ્સના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તરફથી આકરી સ્પર્ધા મળી રહી છે.

ગત મહિને લોસ એન્જલસ ખાતે યોજાયેલી બ્લૂમબર્ગ સ્ક્રીનટાઇમ કોન્ફરન્સમાં ડિઝની પ્રેસિડેન્ટ ડાના વોલ્ડને કંપનીઓના માળખાકીય ફેરફારો પર ભાર મૂકતા જણાવ્યું હતું:

કંપનીઓ માટે તેમની સંસ્થાકીય રચના અને કદનું નિયમિતપણે મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ટેકનોલોજી કંપનીઓએ મનોરંજન વ્યવસાય પર પોતાની નજર કેન્દ્રિત કરી છે. આપણે માત્ર ટકી રહેવાનું નથી, પરંતુ વિકાસ કરીને આગળ વધવાનું છે અને અમે બરાબર એ જ કરી રહ્યા છીએ.