Entertainment

શાહરૂખે જન્મદિવસ પર ફેન્સને આપી ટ્રીટ, આગામી ફિલ્મ ડંકીનું દમદાર ટીઝર કર્યું રિલીઝ

By GS Team
2 Nov 20232 mins read
This article was originally published on 2 Nov 2023
TukuTouch Logo
Dunki Teaser Released : બોલીવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકીની રાહ તેના ફેન્સ ખુબ આતુરતાથી જોઈ રહ્યા છે. આજે શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે અને તેણે પોતાના જન્મદિવસના ખાસ અવસર પર તેની આગામી ફિલ્મ 'ડંકી'નું ટીઝર રિલીઝ કરીને તેના ફેન્સને ડબલ ટ્રીટ આપી છે. આ ટીઝરમાં વધુ એક ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખની સાથે વિક્કી કૌશલ પણ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરૂખે જન્મદિવસ પર ફેન્સને આપી ટ્રીટ, આગામી ફિલ્મ ડંકીનું દમદાર ટીઝર કર્યું રિલીઝ
Image:File Photo

Dunki Teaser Released : બોલીવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકીની રાહ તેના ફેન્સ ખુબ આતુરતાથી જોઈ રહ્યા છે. આજે શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે અને તેણે પોતાના જન્મદિવસના ખાસ અવસર પર તેની આગામી ફિલ્મ 'ડંકી'નું ટીઝર રિલીઝ કરીને તેના ફેન્સને ડબલ ટ્રીટ આપી છે. આ ટીઝરમાં વધુ એક ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખની સાથે વિક્કી કૌશલ પણ જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાને ટ્વિટર પર રિલીઝ કર્યું ડંકીનું ટીઝર

રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ડંકીનું ટીઝર આજે શાહરૂખ ખાને તેના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર રિલીઝ કર્યું છે. ડંકીના ટીઝરને શાહરૂખ ખાને ડ્રોપ 1ના નામથી શેર કર્યું છે. ડંકીના ડ્રોપ 1 વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે શાહરૂખ આ વખતે કંઇક અલગ સ્ટોરી સાથે આવી રહ્યો છે. ફિલ્મ ડંકીની સ્ટોરી ગેરકાયદેસર ઇમિગ્રેશનથી પ્રેરિત છે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત વિક્કી કૌશલ, તાપસી પન્નુ, બોમન ઈરાની, સતીશ શાહ જેવા કલાકારો પણ છે.

એક્શન બાદ શાહરૂખ જોવા મળશે સિમ્પલ અવતારમાં

પઠાન અને જવાન ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળ્યા બાદ શાહરૂખ ખાન ફિલ્મ ડંકીમાં ફની અંદાજમાં જોવા મળી રહ્યો છે. ડંકીનાં ટીઝર પરથી અંદાજ આવી જાય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એકદમ સિમ્પલ અવતારમાં જોવા મળશે. ડંકીનું ટીઝર રિલીઝ થતા જ તેને ફેન્સનું જબરદસ્સ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. શાહરૂખના ફેન્સ હવે ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.